Pakistan PM Imran Khan Busy in Eating, President delivering speech
  • Home
  • Videos
  • Featured Videos
  • સાઉદી પ્રિંસની હાજરીમાં ઈમરાન ખાને કર્યું શરમજનક વર્તન, જુઓ Video

સાઉદી પ્રિંસની હાજરીમાં ઈમરાન ખાને કર્યું શરમજનક વર્તન, જુઓ Video

 | 12:40 pm IST

સાઉદી અરેબિયાના પ્રિંસ મોહમ્મદ બિન સલમાન બે દિવસ પાકિસ્તાનના પ્રવાસે હતાં. અહીં તેમની હાજરીમાં જ એક ક્ષોભજનક કહી શકાય તેવી ઘટના ઘટી હતી. વાત એમ હતી કે સાઉદી પ્રિંસના સ્વાગતમાં પાકિસ્તાન સરકારે સ્ટેટ લંચનું આયોજન કર્યું હતું. ઈમરાન ખાન જમતા હોય છે. તે દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલવી બેઠા બેઠા ભાષણ આપવાનું શરૂ કરે છે. પણ રાષ્ટ્રપતિ બેઠા બેઠા જ ભાષણ આપતા હોવાનું જોતા જ ઈમરાન ખાને તેમને ઉભા થઈને આમ કરવા કહ્યું. ઈમરાન ખાન કહે છે કે, ઉભા થઈ જાવ. રાષ્ટ્રપતિ પોતે વડાપ્રધાનનો આદેશ માથે ચડાવે છે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિંસનીએ હાજરીમાં જ આ ક્ષોભજનક ઘટના ઘટે છે. આ ઘટનાનો વીડિયો દુનિયાભરમાં ભારે વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન