Pakistan PM Imran Khan Congratulates PM Narendra Modi
  • Home
  • Election 2019
  • પાકિસ્તાની PM ઈમરાન ખાને મોદીને જીત માટે અભિનંદન પાઠવ્યા, તો PM મોદીએ જવાબમાં કહ્યું આવું

પાકિસ્તાની PM ઈમરાન ખાને મોદીને જીત માટે અભિનંદન પાઠવ્યા, તો PM મોદીએ જવાબમાં કહ્યું આવું

 | 6:24 pm IST

લોકસભા ચૂંટણીમાં સતત બીજી વાર પ્રચંડ મોદી લહેરમાં સવાર ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડ સીટો સાતે કેન્દ્રની સત્તા પર શાસન કરવા જઈ રહી છે. આ પ્રચંડ જીત પર પાકિસ્તાન તરફથી પ્રતિક્રિયા આવી છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ટ્વીટ કરીને પીએમ નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં જીત માટે શુભકામના પાઠવી છે. સાથે જે તેઓએ દક્ષિણ એશિયામાં શાંતિ અને ઉન્નતિ માટે પીએમ મોદી સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

ઈમરાન ખાને ટ્વીટ કર્યું કે, હું ભાજપ અને સહયોગીઓને ચૂંટણીમાં જીત માટે વડા પ્રધાન મોદીને શુભકામના પાઠવું છું. દક્ષિણ એશિયામાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે તેમની સાથે કામ કરવા માટે તત્પર છું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈમરાન ખાનની ટ્વીટનો જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, આભાર. મેં હંમેશા આપણા વિસ્તારમાં શાંતિ અને વિકાસને પ્રાધાન્ય આપ્યું છે.

ઈમરાન ખાન પહેલાં ચીન તરફથી પણ પીએમ મોદીને શુભકામના પાઠવવામાં આવી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે, તેઓ ફરી એકવાર ભારતીય નેતા સાથે કામ કરવા તૈયાર છે. તો ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ પણ વડા પ્રધાનને શુભકામના પાઠવી હતી. સાથે તેઓએ પોતાની મહાન દોસ્તી અને સંબંધોને મજબૂત કરવાની કસમ પણ ખાધી હતી. તો શ્રીલંકાના વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે ટ્વીટ કરીને કહ્યું કે, શાનદાર જીત બદલ નરેન્દ્ર મોદીને અભિનંદન. અમે તમારી સાથે કામ કરવા માટે ઉત્સુક છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન