Pakistan PM Imran Khan Ex Wife Jemima Goldsmith reaction on Maulana
  • Home
  • Featured
  • મૌલાનાએ PM ઈમરાન ખાનની પૂર્વ પત્નીને કર્યા એવા દાવા કે હસી હસીને પેટ દુખી જાય

મૌલાનાએ PM ઈમરાન ખાનની પૂર્વ પત્નીને કર્યા એવા દાવા કે હસી હસીને પેટ દુખી જાય

 | 8:32 pm IST

પાકિસ્તાનના એક મૌલાનાનું માનવું છે કે અજાણ્યા સૂત્રો દ્વારા દુનિયાના અનેક દેશોની સરકારોને લઈને સનસનાટીપૂર્ણ ખુલાસા કરનારી વિકિલીક્સના સંસ્થાપક વિકી નામનો વ્યક્તિ છે અને આ વિકી કોઈ બીજો નહીં પણ વડાપ્રધાન ઈમરાન ખાનની પૂર્વ પત્ની તથા બ્રિટિશ ડોક્યૂમેંટરી પ્રોડ્યોસર જેમિમા ગોલ્ડસ્મિથનો સંબંધી છે. જેમિમાએ વાતનો એવો જોરદાર જવાબ આપ્યો કે પાકિસ્તાન ટ્વિટર પર તે ટ્રેંડ થઈ રહ્યો છે.

આ મૌલાના પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના રાજીનામા માટે આઝાદી માર્ચ કાઢનારી પાર્ટી જમીયતે ઉલેમા એ ઈસ્લામ-ફઝલના નેતા મુફ્તી કિફાયતુલ્લા છે. મુક્તિ કિફાયતુલ્લા એક ફાયરબ્રાંડ નેતા માનવામાં આવે છે કે, માર્ચ પહેલા જ જે કેટલાક ખાસ લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેમાં આમનું નામ પણ શામેલ હતું, જોકે બાદમાં તેમને છોડી મુકવામાં આવ્યા હતાં.

એક ખાનગી ચેનલ સાથેની વાતચીત દરમિયાન કિફાયતુલ્લાએ દાવો કર્યો હતો કે, જેમિમાનો આ પિતરાઈ વિકી જ વિકિલીક્સ પાછળનો માસ્ટર માઈન્ડ છે. તેમણે કહ્યું હ્તું કે, ઈમરાન ખાન, જેમિમા, આખો ગોલ્ડસ્મિથ્હ પરિવાર, હેનરી કિસિંજર અને વિકિલીક્સ.. આ બધા એક જ પ્રકારના એજન્ડાનો ભાગ છે.

જેમિમા ગોલ્ડસ્મિથ યહૂદી પરિવારમાંથી આવે છે અને તેના કારણે જ ઈમરાન પર દક્ષિણમંથી ધાર્મિક દળ નિશાન બનાવે છે અને તેમના પર યહૂદી એજંડાને પાળવાનો આરોપ લગાવવામાં આવે છે.

મુફ્તી કિફાયતુલ્લાના નિવેદન પર જેમિમાએ ભારે મજેદાર જવાબ આપ્યો હતો. જેમિમાએ ટ્વિટ કર્યુ હ્તું કે – જેમને ઉર્દુ નથી આવડતી, તેમને જણાવી દૌં કે મારો વિકી નામનો એક ફર્સ્ટ કઝિન છે, જેને વિકિલીક્સ બનાવ્યું છે, જે એક યહૂદિ હથિયાર છે.. અને જે ઈમરાન ખાનના યહૂદી એજન્ડાંમાં તેમની મદદ કરી રહ્યો છે. તથાકથિત ઈસ્લામી ધર્મગુરૂએ કહ્યું છે… વિકી કઝિન છે જેમિમાનો.

ત્યાર બાત જેમિમાએ એક અન્ય ટ્વિટ કર્યું હતું જેમાં જણાવ્યું હતું કે, રાહ જુઓ, જ્યાં સુધી તે મારા બે અન્ય કઝિન પનામાલીક્સ અન વિકિપીડિયા વિશે જાણકારી હાંસલ ના કરી લે.

પનામાલિક્સનો હેતુ એ દસ્તાવેજો જાહેર કરવાનો છે જેનાથી એ વાત સામે આવી હતી કે દુનિયાના તમામ દેશોના અનેક નેતાઓ, કલાકારો તથા અન્ય હસ્તિઓએ ટેક્ષ બચાવવા માટે ગેરકાયદેસર રીતે વિદેશમાં રોકાણ કર્યું છે. તેમાં પાકિસ્તાનના પણ અનેક નેતાઓના નામ પણ સામે આવ્યા હતાં.

જાહેર છે કે વિકિલીક્સની સ્થાપના વર્ષ 2006માં જૂલિયન અસાંજેએ કરી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન