Pakistan PM Imran Khan say about India's Nuclear Safety Security
  • Home
  • Featured
  • રાજનાથ સિંહના નિવેદન પર ગભરાયા પાક. PM, હવે બેચેન થઈ નવો રાગ આલાપ્યો

રાજનાથ સિંહના નિવેદન પર ગભરાયા પાક. PM, હવે બેચેન થઈ નવો રાગ આલાપ્યો

 | 10:48 pm IST

જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કર્યા બાદ ભારતના આ આંતરિક મામલાને આંતરરાષ્ટ્રીય સ્તરે મુદ્દો બનાવવાની કોશિશમાં યુએનએસસીમાં કારમી હારનો સામનો કરવા છતાં પણ પાકિસ્તાનનું રોદણા રડવાનું ચાલું જ છે. આંતકી સંગઠનો પ્રતિ સહાનુભૂતિ રાખનાર પાકિસ્તાન અને તેના વડાપ્રધાન ઇમરાન ખાને હવે નવો રાગ આલાપ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને હવે ભારતના પરમાણુ શસ્ત્રોની સલામતી પર સવાલ ઉભા કરી આંતરરાષ્ટ્રીય સમુદાયથી આ વિશે ગંભીરતાથી વિચાર કરવાની વિનંતી કરી છે. જોકે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો આતંકીઓના હાથે લાગવાની આશંકાઓને લઈ સતત આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાઓ જોવા મળી છે. પરંતુ તેમ છતાં હવે ઇમરાન ખાને બેચેન અને હતાશાની અવસ્થામાં દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાંથી એક ભારતના પરમાણુ શસ્ત્રોની સુરક્ષા પર સવાલ ઉભા કર્યા છે.

પાકિસ્તાનની નબળી આર્થિક પરિસ્થિતિની ચિંતા કરવાની જગ્યાએ પાક પીએમ ઇમરાન ખાન ભારત સામે ઉશ્કેરી ભર્યા ભાષણો આપવામાં વ્યસ્ત છે. આપને જણાવી દઈએ કે શનિવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે પરમાણુ શસ્ત્રોને લઈ ભારતની અત્યાર સુધી ‘નો ફર્સ્ટ યૂઝ’ની નીતિ રહી છે. પરંતુ ભવિષ્યમાં શું થશે તે વિશે પરિસ્થિતિઓના આધારે નિર્ણય લેવામાં આવશે. ઉપરાંત તેમને એમ પણ સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન સાથે માત્ર PoK પર ચર્ચા થશે. જમ્મુ-કાશ્મીર પર નહીં. તેથી ગભરાયેલા પાક.પીએમે વિશ્વ સમુદાયથી અપીલ કરી કે ભારતના પરમાણુ હથિયારોની સુરક્ષા પર દુનિયાએ ગંભીરતાથી વિચારવું જોઈએ કારણ કે આનો પ્રભાવ માત્ર ક્ષેત્ર સુધી સીમિત નથી. પરંતુ સંપૂર્ણ દુનિયા પર જોવા મળશે.

આ વીડિયો પણ જુઓ: જમ્મુ કાશ્મીરના સ્થાનિકો એક નવા યુગના ઉદયને આવકારી રહ્યા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન