Pakistan PM Imran Khan Tweet On Jammu Kashmir Article 370
  • Home
  • Featured
  • કાશ્મીરને લઇ ફફડી ગયેલા ઇમરાન ખાને કર્યો સૌથી મોટો સ્વીકાર, ઉપરાછાપરી ટ્વીટ કરી કહ્યું કે…

કાશ્મીરને લઇ ફફડી ગયેલા ઇમરાન ખાને કર્યો સૌથી મોટો સ્વીકાર, ઉપરાછાપરી ટ્વીટ કરી કહ્યું કે…

 | 11:19 am IST

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ફરી એકવખત કાશ્મીર રાગ આલાપ્યો છે. જો કે આ વખતે તેમના નિવેદનમાં ડર સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. ઇમરાને ટ્વીટ કરી કહ્યું કે જો કાશ્મીરીઓની મદદ કરવા માટે પાકિસ્તાનની તરફથી કોઇ પણ LoC પાર કરે છે તો ભારત દુનિયાની સામે તેને પાકિસ્તાન પ્રાયોજીત ઇસ્લામી આતંકવાદ ગણાવે છે. આપને જણાવી દઇએ કે બોર્ડર પર ભારતની ચાંપતી સુરક્ષાને લીધે ઘૂસણખોરો સરહદ પાર કરી શકતા નથી.

પાકિસ્તાનની સેના LoC પર સતત ફાયરિંગ કરી ઘૂસણખોરો અને આતંકવાદીઓને કવર આપી રહી છે. પરંતુ ભારતની ચોકસાઇના લીધે ઘૂસણખોરો બોર્ડર પાર કરી શકતા નથી. જે આતંકીઓએ પણ PoKમાંથી ભારત આવવાની કોશિષ કરી છે તેઓ સેનાના જવાબી હુમલામાં મોતને ભેટ્યા છે. ભારતની કડક કાર્યવાહીથી પાકિસ્તાન બરાબરનું અકળાયુ છે.

ઇમરાન ખાને કાશ્મીરમાં ઘૂસણખોરીની કોશિષ કરી રહેલા આતંકીઓની પેરવી કરતાં કહ્યું કે જો પાકિસ્તાનની તરફથી કાશ્મીરીઓની મદદ માટે કોઇ બોર્ડર પાર કરે છે તો ભારત દુનિયાની સામે તેને પાકિસ્તાન પ્રાયોજીત ઇસ્લામી આતંકવાદ ગણાવી દે છે. ઇમરાન ખાને જુઠ્ઠાણાનો પુલ ઉભો કરતાં કહ્યું કે કાશ્મીરમાં બે મહિનાથી લોકો અમાનવીય સ્થિતિમાં રહેવા મજબૂર છે.

આપને જણાવી દઇએ કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370ને હટાવ્યાના આજે બે મહિના થઇ ગયા છે. આ દરમ્યાન ઘાટીમાં ધીમે-ધીમે સ્થિતિ સામાન્ય થઇ રહી છે. 2 ઑક્ટોબરના રોજ નજરકેદ કરાયેલા કેટલાંય નેતાઓને છોડી દેવાયા છે.

આ વીડિયો પણ જુઓ – આજે ફરી સિંગતેલના ભાવમાં ઘટાડો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન