Pakistan PM Imran Khan's Statement On Pulwama terrorist attack
  • Home
  • Featured
  • પુલવામા હુમલા પર પાકિસ્તાનના PM ઇમરાન ખાનની ભારતને ખુલ્લેઆમ ધમકી

પુલવામા હુમલા પર પાકિસ્તાનના PM ઇમરાન ખાનની ભારતને ખુલ્લેઆમ ધમકી

 | 1:51 pm IST

પુલવામા આતંકી હુમલા પર જ્યાં ભારતમાં જબરદસ્ત ઉકળાટ છે ત્યાં પાકિસ્તાને આ મામલે ભારતને ખુલ્લેઆમ ધમકી આપી દીધી છે. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને કહ્યું કે આ હુમલામાં પાકિસ્તાનનો હાથ જ નથી. ઇમરાને કહ્યું કે ભારતે કોઇપણ પુરાવા આપ્યા વગર ઇસ્લામાબાદ પર આરોપ મૂકયા છે. તેમણે કહ્યું કે જો ભારત પાકિસ્તાન પર સૈન્ય કાર્યવાહી કરશે તો અમે પણ હુમલો કરીશું. પોતાના આ સંબોધનમાં ઇમરાન ખાને ફરીથી કાશ્મીર રાગ આલાપ્યો.

ઇમરાને કહ્યું કે કાશ્મીરમાં જે રીતે ઘટનાઓ બની રહી છે. તેના પર વિચારવાની જરૂર છે. તેમણે કહ્યું કે અમે હુમલો શું કામ કરાવીશું. અમને તેનાથી શું ફાયદો થશે. પાકિસ્તાન આતંકવાદનો સૌથી મોટો ભુક્તભોગી છે. આ નવું પાકિસ્તાન, નવા માઇન્ડસેટ અને નવી સોચ છે. અમે પણ આતંકનો ખાત્મો ઇચ્છીએ છીએ.

ભારત માટે આપી રહ્યો છું જવાબ: ઇમરાન ખાન
પાકિસ્તાનના નામે સંબોધનમાં ઇમરાને કહ્યું કે હું ભારત સરકાર માટે જવાબ આપી રહ્યો છું. જ્યારે સાઉદીના પ્રિન્સ અમારા દેશની અગત્યની મુલાકાત પર હતા તો ભલા પાકિસ્તાન આવું શું કામ કરશે. જ્યારે પણ કાશ્મીરમાં કોઇ ઘટના બને તો પાકિસ્તાનને જવાબદાર ગણાવા કેટલું યોગ્ય છે. પાકિસ્તાનને દર વખતે વિપેન બોય બતાવા યોગ્ય ગણાશે નહીં.

તપાસની આપી ઓફર
પાકિસ્તાની પીએમે કહ્યું કે ભારત જો પુલવામા આતંકી હુમલાની કોઇપણ પ્રકારની તપાસ કરવા માંગે છે તો અમે તૈયાર છીએ. જો તેમની પાસે આ હુમલામાં પાકિસ્તાનના સામેલ હોવાના કોઇ પુરાવા છે તો અમને આપે, અમે એકશન લેશું. અમારા પર કોઇપણ પ્રકારનું દબાણ નથી. જો કોઇ પાકિસ્તાની જમીન અમારી વિરૂદ્ધ ઉપયોગ કરી રહ્યું છે તો એ યોગ્ય નથી.

‘આતંક પર વાત કરવા તૈયાર’
ઇમરાને કહ્યું કે તેમનો દેશ આતંક પર વાત કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે જ્યારે પણ અમે ભારત સાથે વાતચીત કરવા માટે ઓફર કરીએ છીએ તો તેઓ કહે છે કે પહેલાં આતંકવાદને ખત્મ કરે. અમે આતંક પર વાત કરવા માટે તૈયાર છીએ. અમે ઇચ્છીએ છીએ કે આ ક્ષેત્રમાં આતંક ખત્મ થાય. અમને સૌથી વધુ આતંકથી નુકસાન થયું છે. 100 અબજ ડોલરથી વધુ અમને આર્થિક નુકસાન થયું છે. 15 વર્ષમાં 70 હજાર પાકિસ્તાની આતંકના લીધે મરી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન