પાકિસ્તાન હવે સઇદ, તોયબા અને તાલિબાન સહિત ત્રાસવાદી સંગઠનો પર ત્રાટકી શકશે - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • પાકિસ્તાન હવે સઇદ, તોયબા અને તાલિબાન સહિત ત્રાસવાદી સંગઠનો પર ત્રાટકી શકશે

પાકિસ્તાન હવે સઇદ, તોયબા અને તાલિબાન સહિત ત્રાસવાદી સંગઠનો પર ત્રાટકી શકશે

 | 9:56 pm IST

પાકિસ્તાનના પ્રમુખ મામનૂન હુસેને સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતિ(યુએનએસસી) દ્વારા પ્રતિબંધિત ત્રાસવાદી સંગઠનો અને વ્યક્તિઓ પર ત્રાટકવાના આદેશ આપતા વટહુકમ પર હસ્તાક્ષર કરી દીધા છે. વટહુકમની મદદથી યુએનએસસી દ્વારા પ્રતિબંધિત વ્યક્તિઓ અને ત્રાસવાદી સંગઠનો સામે પગલાં લઈ શકાય તે હેતુસર ત્રાસવાદ વિરોધી અધિનિયમની કલમમાં સુધારા કરવામાં આવ્યા છે. કાયદામાં સુધારા થતાં સત્તાવાળા હવે પ્રતિબંધિત સંગઠન અને વ્યક્તિનાં કાર્યાલયો સીલ કરી શકશે અને બેન્કખાતાં સ્થગિત કરી શકશે.

નેશનલ કાઉન્ટર ટેરરિઝમ ઓથોરિટીનાં સાધનોએ અહેવાલોને સમર્થન આપતાં જણાવ્યું હતું કે આંતરિક સુરક્ષા, નાણાં અને વિદેશ વિભાગ સાથે મળીને ઓથોરિટી આ દિશામાં કામ કરી રહી છે. પ્રમુખ હુસેનના પ્રવક્તાએ વટહુકમ અંગે વધુ વિગતો આપવા ઇનકાર કર્યો હતો. સાધનોના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય દબાણો હેઠળ પાકિસ્તાનના સત્તાવાળા ટેરર ફાઇનાન્સિંગ કે મની લોન્ડરિંગના કેસમાં પગલાં લેવા બાધ્ય બન્યા છે.

યુએનએસસીની પ્રતિબંધિત યાદીમાં અલ-કાયદા, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન, લશ્કર-એ-ઝાંગવી, જમાત-ઉદ-દાવા, ફલહ-એ-ઇન્સાનિયત અને લશ્કર-એ-તોયબા જેવાં સંગઠનોનો સમાવેશ થાય છે. ભારતમાં થયેલા અનેક હુમલા બદલ યુએનએસસી દ્વારા લશ્કર-એ-તોયબા જેવાં સંગઠન પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વર્ષ ૨૦૦૫ના ઠરાવ ક્રમાંક ૧૨૬૭થી આ પ્રતિબંધ અમલી છે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં પાકિસ્તાન સરકારે ૨૬/૧૧ના મુંબઈ હુમલાના સૂત્રધાર હાફિઝ સઇદની બે સખાવતી સંસ્થાઓનો કબજો કરવા યોજના ઘડી હતી. સરકાર હવે આ દિશામાં એક્શન પ્લાન રજૂ કરે તેવી શક્યતા છે. અમેરિકી વિદેશ વિભાગે વર્ષ ૨૦૧૪માં જમાત-ઉદ-દાવાનો ઉલ્લેખ વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે કર્યો હતો, તે રાહે અમેરિકા તેનાં કાર્યક્ષત્રેમાં આવેલી સંગઠનની મિલકતો ટાંચમાં લેવાની સત્તા ધરાવે છે.