pakistan prices of petrol diesel increase prime minister imran khan
  • Home
  • Featured
  • ઈમરાન સરકારે કાઢ્યું પ્રજાનું તેલ! આ બાબતે કર્યો 10 રૂ.નો વધારો

ઈમરાન સરકારે કાઢ્યું પ્રજાનું તેલ! આ બાબતે કર્યો 10 રૂ.નો વધારો

 | 6:18 pm IST
  • Share

  • પાકિસ્તાનમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી પ્રજા ત્રાહિમામ
  • પેટ્રોલ- ડીઝલના ભાવમાં થયો 10 રૂપિયાથી વધુનો વધારો
  • પેટ્રોલના નવા ભાવ 137.79 રૂપિયા, ડીઝલના ભાવ 122.04 રૂપિયા થયા

પાકિસ્તાનની સરકારે પેટ્રોલ- ડીઝલની કિંમતમાં 10 રૂપિયાથી વધુનો વધારો કર્યો છે જેના કારણે સામાન્ય જનતાને મુશ્કેલી આવી રહી છે. પાકિસ્તાનમાં ફુગાવામાં 12.66 ટકાનો વધારો થયો છે અને તેની સીધી અસર ખાવા પીવાની વસ્તુઓની સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર થઈ રહી છે. શનિવારે પાકિસ્તાનની સરકારે પેટ્રોલ અને ડીઝલમાં 10 રૂપિયાથી વધુનો વધારો કર્યો છે. આ પછી સામાન્ય જનતાની મુશ્કેલી વધી છે.  

આ પ્રમાણે ચાલી રહ્યા છે નવા ભાવ

પેટ્રોલના નવા ભાવ 137.79 રૂપિયા અને હાઈ સ્પીડ ડીઝલના ભાવ 122.04 રૂપિયા થયા છે. એક દિવસ પહેલા સરકારે લાઈટની કિંમતમાં 1.39 રૂપિયાનો વધારો કર્યો હતો જે આવતા મહિનાથી લાગૂ થશે. સરકારે કિંમત વધારવાને લઈને સ્પષ્ટીકરણ આપ્યું છે કે અમે અત્યારે મોટા આર્થિક દબાણથી પસાર થઈ રહ્યા છે જ્યારે જનતાને રાહત આપવાની કોશિશ કરાઈ રહી છે.  

યૂટિલિટી સ્ટોર પર વસ્તુઓની કિંમત આસમાને

ગયા અઠવાડિયે ફૂગાવો વધવાના કારણે ટામેટા, બટાકા, ઘી, મટન અને લિક્વિડ પેટ્રોલિયમ ગેસ સિલિન્ડર સહિતની 22 વસ્તુના ભાવ વધ્યા છે. સિલિન્ડરની કિંમતમાં 43.96 રૂપિયાનો વધારો થયો છે તો ખાદ્યતેલની કિંમતમાં 14 રૂપિયાના વધારા સાથે તે 110 રૂપિયે પ્રતિ લિટરની થઈ છે. 2 કિલો વોશિંગ પાવડરની કિંમત 21 રૂપિયા કરાઈ છે. તો 100 ગ્રામ બોડી લોશનમાં પણ 20 રૂપિયાનો વધારો કરાયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો