Pakistan reaches agreement with IMF to get 6 billion over 3 years
  • Home
  • Business
  • પાકિસ્તાનને આર્થિક મદદ તો મળી ગઈ, પણ IMFની શરતોથી ઈમરાન ખાનને સત્તા જવાનો ડર!

પાકિસ્તાનને આર્થિક મદદ તો મળી ગઈ, પણ IMFની શરતોથી ઈમરાન ખાનને સત્તા જવાનો ડર!

 | 10:53 am IST

આર્થિક રીતે સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને ખેરાત તો મળી છે. પરંતુ IMFની શરતો સામે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન નાખુશ છે. ઉલ્લેખનિય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા વારંવાર કરવામાં આવેલ અરજને આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (IMF)ને સ્વિકારી લીધી છે. પાકિસ્તાન અને આઇએમએફની વચ્ચે રવિવારના રોજ એક સમજૂતિ થઇ હતી. જેના હેઠળ આઇએમએફ આર્થિક રીતે પડી ભાંગેલ અર્થવ્યવસ્થા ધરાવનારા દેશને ત્રણ વર્ષમાં છ અરબ ડોલરનું બેલઆઉટ પેકેજ આપશે. પણ આ સહાય કેટલીક શરતોને આધિન હશે. જેથી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પોતાના પક્ષની લોકપ્રિયતા આ શરતોને કારણે ઘટી જશે તેવો અંદાજો આવી ગયો છે. જેથી IMFની શરતોથી ઈમરાન ખાન નાખુશ છે.

એક રિપોર્ટ્સ પ્રમાણે, IMFની પેકેજ આપવાની શરતોથી પાકિસ્તાન પ્રધાનમંત્રી ઈમરાન ખાન નારાજ છે. વિશેષજ્ઞો પ્રમાણે પાવર ટેરિફમાં વધારો, ટેક્સ છૂટ ખતમ કરવા જેવી શરતોના કારણે પાકિસ્તાનના મધ્યમવર્ગ અને ગરીબવર્ગ પર જરૂરતથી વધારે ભારણ પડશે, જેના કારણે ઈમરાન ખાનના પક્ષ તહરીક-એ-ઈન્સાફની લોકપ્રિયતા ખતમ થઈ શકે છે.

ઉલ્લેખનિય છે કે અગાઉ પાકિસ્તાન અને આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (IMF) વચ્ચે રાહત પેકેજને લઈને કોકડું બરાબરનું ગુંચવાયું હતુ. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન લોકો પર ટેક્ષનો બોઝ નાખવા તૈયાર નથી. આ કારણોસર બંને પક્ષો વચ્ચે વાતચીત લગભગ ઠપ્પ થઈ ગઈ હતી.

ઈમરાન ખાન વર્તમાન વર્ષ જુલાઈથી પાકિસ્તાનની જનતા પર વધારાનો ટેક્ષ લાદવાને લઈને સહમત નથી. જો આ શરત સ્વિકારી લેવામાં આવે તો બંને પક્ષ એક સમજુતિ પર પહોંચી શકે કે તેમ હતાં. પાકિસ્તાન અત્યાર સુધીમાં સરળ વિદેશી મુદ્રા વિનિમય વ્યવસ્થા, સરકારી સબસિડી બંધ કરવી, કેન્દ્રીય બેંક પાસેથી લોન લેવા પર પ્રતિબંધ તથા ખાનગીકરણના કાર્યક્રમને ફરી એકવાર શરૂ કરવાની શરતો માની ચુક્યા છે.

અહેવાલ પ્રમાણે પાકિસ્તાને આઈએમએફની મોટાભાગની શરતો સ્વિકારી લીધી છે. પાકિસ્તાન ગત આઠ મહિનાથી આઈએમએફ પાસેથી રાહત પેકેજ લેવાનો પ્રયાસ કરી રહ્યું હતુ. જેને લઈને છેલ્લા પાંચ વર્ષમાં આઈએમએફની ટીમ બીજીવાર પાકિસ્તાનની મુલાકાતે આવી છે. જોકે આ બીજી યાત્રામાં પાકિસ્તાન પોતાના ઇરાદામાં સફળ સાબિત થયું છે. જેમાં પાકિસ્તાન અને આઇએમએફની વચ્ચે રવિવારના રોજ એક સમજૂતિ થઇ છે. જેના હેઠળ આઇએમએફ આર્થિક રીતે પડી ભાંગેલ અર્થવ્યવસ્થા ધરાવનારા દેશને ત્રણ વર્ષમાં છ અરબ ડોલરનું બેલઆઉટ પેકેજ આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન