ભારત સાથે `વાત' કરવા પાકે. પકડ્યો અમેરિકાનો `પાલવ' - Sandesh
  • Home
  • World
  • ભારત સાથે `વાત’ કરવા પાકે. પકડ્યો અમેરિકાનો `પાલવ’

ભારત સાથે `વાત’ કરવા પાકે. પકડ્યો અમેરિકાનો `પાલવ’

 | 6:38 pm IST

પાકિસ્તાને ભારત સાથે વાતચીત કરવા માટે અમેરિકાનો પાલવ પકડ્યો છે. આમ હવે તે ભારત સાથે મંત્રણા ફરી શરૂ કરવા અમેરિકા પર દબાણ લાવી રહ્યું છે.

પાકિસ્તાનના અંગ્રેજી સમાચારપત્રે પાકિસ્તાનના અધિકારીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ભારતને મંત્રણાના મેજ પર પરત લાવવા પાકિસ્તાન સરકાર અમેરિકા પર દબાણ લાવી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ભૂમિકા વિશે અમેરિકા શંકા સેવી રહ્યું છે તેવા સમયે આ સોગઠી મારવામાં આવી છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાન આ ક્ષેત્રમાં યુદ્ધ ઈચ્છતું નથી. એક અધિકારીનો ઉલ્લેખ કરતાં સમાચાર પત્રે કહ્યું હતું કે વોશિંગ્ટને અમને એમ કહ્યું છે કે આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં પાકિસ્તાનની વિશ્વસનીયતા પર પશ્ચિમના દેશો તથા ભારત આશંકા સેવી રહ્યું છે. ભારત સાથે વાતચીત થવી જોઈએ તેવા અમારા મત સાથે તેઓ સંમત થયા છે પરંતુ આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે અમારા વિશે ભારતની આશંકા બિલકુલ યોગ્ય છે.

અધિકારીએ વધુમાં કહ્યું હતું કે પાકિસ્તાને અમેરિકાને એવી ફરિયાદ પણ કરી હતી કે વાતચીત વિશે અનેકવાર પ્રસ્તાવ રજૂ કરાયા છતાં ભારત તેની અવગણના કરી રહ્યું છે. પાકિસ્તાનના બીજા એક અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકાએ પાકિસ્તાનને એવી માહિતી આપી હતી કે તે ભારતને મંત્રણાના મેજ પર લાવવાનો પ્રયાસો કરે છે, પરંતુ આતંકવાદ વિરૂદ્ધની પોતાની છબીમાં પાકિસ્તાન સુધારો લાવે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન