Pakistan Reacted On Bengaluru Violence, Gave Advice To India
  • Home
  • Featured
  • બેશરમ પાકિસ્તાન ખુદના ‘ઘરની હાલત’ ભૂલ્યું, બેંગલોર હિંસા પર ભારતને આપી શિખામણ

બેશરમ પાકિસ્તાન ખુદના ‘ઘરની હાલત’ ભૂલ્યું, બેંગલોર હિંસા પર ભારતને આપી શિખામણ

 | 11:52 pm IST

ઈશનિંદા પર લોકોને જેલમાં ધકેલનારા અને ફાંસી આપનારા પાકિસ્તાને બેંગલોર હિંસા પર ભારતને શીખામણ આપી છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તેણે ભારતની સાથે આ મુદ્દા પર પોતાનો આધિકારિક વિરોધ નોંધાવ્યો છે. પાકિસ્તાને આ હિંસાને લઇને બીજેપી અને રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ પર પણ નિશાન સાધ્યું છે. પાકિસ્તાની વિદેશ વિભાગે ટ્વીટ કરીને કહ્યું છે કે, કર્ણાટકના બેંગલોરમાં પેગમ્બર મોહમ્મદની વિરુદ્ધ અપમાનજનક સોશિયલ મીડિયા પોસ્ટ પર ભારતની સાથે પાકિસ્તાને કડક શબ્દોમાં વિરોધ અને ટીકા નોંધાવી છે.

ભાજપ-આરએસએસ પર કટ્ટર હિંદુત્વ ફેલાવવાનો આરોપ લગાવ્યો

એટલું જ નહીં, પાકિસ્તાને ભાજપ અને આરએસએસની વિરુદ્ધ પણ ઝેર ઓક્યું છે. પાકિસ્તાને કહ્યું છે કે ભારતમાં ધાર્મિક ધૃણા અપરાધની વધતી ઘટનાઓ આરએસએસ-બીજેપી ગઠબંધનની એક્સટ્રીમ હિંદુત્વની વિચારધારાનું પ્રત્યક્ષ પ્રમાણ છે. બીજાને જ્ઞાન આપતા પાકિસ્તાન એ ભૂલી ગયું કે તેના દેશમાં લઘુમતી હિંદુ, ઈસાઈ, બૌદ્ધ, જૈન અને શીખોની સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે. આઝાદી બાદથી ભારતમાં લઘુમતીઓની વસ્તી ઝડપથી વધી રહી છે, તો પાકિસ્તાનમાં લઘુમતીઓ હવે ખત્મ થવા પર છે. તેમની સાથે ના ફક્ત ધાર્મિક ભેદભાવ કરવામાં આવે છે, પરંતુ અનેક વાર ઈશનિંદાના જૂઠા કેસમાં ફસાવી દેવામાં આવે છે. આસિયા બીબી આનું પ્રત્યક્ષ ઉદાહરણ છે.

પોતાના દેશમાં લઘુમતીઓની હાલત ભૂલ્યું પાક

પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર કરવા માટે હંમેશા ઈશનિંદા કાયદાનો ઉપયોગ કરવામાં આવે છે. તાનાશાહ જિયા-ઉલ-હકના શાસનકાળમાં પાકિસ્તાનમાં ઈશનિંદા કાયદો લાગુ કરવામાં આવ્યો. પાકિસ્તાન પીનલ કોડમાં સેક્શન 295-બી અને 295-સી જોડીને ઈશનિંદા કાયદો બનાવવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનને ઈશનિંદા કાયદો બ્રિટિશ શાસનથી વારસામાં મળ્યો છે. 1860માં બ્રિટિશ શાસને ધર્મથી જોડાયેલા અપરાધો માટે કાયદો બનાવ્યો હતો જેનું વિસ્તારેલું રૂપ આજના પાકિસ્તાનનો ઈશનિંદા કાયદો છે.

પાકિસ્તાનમાં દર વર્ષે 1 હજાર છોકરીઓનું ધર્મ પરિવર્તન

માનવ અધિકાર સંસ્થા મૂવમેન્ટ ફૉર સૉલિડેરિટી એન્ડ પીસ અનુસાર પાકિસ્તાનમાં દર વર્ષે 1 હજારથી વધારે ઈસાઈ અને હિંદુ મહિલાઓ અને છોકરીઓનું અપહરણ કરવામાં આવે છે. ત્યારબાદ તેમનું ધર્મ પરિવર્તન કરાવીને ઇસ્લામિક રીતિ-રિવાજ પ્રમાણે નિકાહ કરાવવામાં આવે છે. પીડિતોમાં મોટાભાગની છોકરીઓની ઉંમર 12થી 25 વર્ષની વચ્ચે હોય છે.

આ વિડીયો પણ જુઓ: જિનપિંગ જશે પાકિસ્તાનની મુલાકાતે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન