Pakistan Removed Judge who jailed former PM Nawaz Sharif
  • Home
  • Featured
  • નવાઝ શરીફને સજા સંભળાવનાર જજને બરતરફ કરાયો, જાણો કેમ?

નવાઝ શરીફને સજા સંભળાવનાર જજને બરતરફ કરાયો, જાણો કેમ?

 | 8:13 pm IST

પાકિસ્તાન સરકારના પૂર્વ વડા પ્રદાન નવાઝ શરીફને ભ્રષ્ટાચારના મામલામાં સજા સંભળાવનાર જજ અરશદ મલિકને બરતરફ કરી દેવામાં આવ્યા છે. હાલમાં જ નવાઝ નરીફની દીકરી મરિયમ નવાજે એક વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં કોર્ટના જજ એ સ્વીકાર કરતાં જોવા મળ્યા હતા કે, નવાઝ શરીફને દોષી જાહેર કરવા માટે તેમને બ્લેકમેઈલ કરાયા હતા.

જો કે, મલિકે આ વીડિયોને ફેક ગણાવ્યો હતો. પણ વીડિયો સામે આવ્યા બાદ તેમની નિષ્પક્ષતા પર સવાલ ઉઠી રહ્યા છે. આ વિવાદ બાદ ઈસ્લામાબાદ હાઈકોર્ટે કાનૂન મંત્રાલયને મલિકને હટાવવાના આદેશ આપી દીધા છે.

કાનૂન મંત્રી ફારોઘ નસીમે કહ્યું કે, કથિત વીડિયોના આધારે જજ અરશધ મલિકને બરતરફ કરાયા છે. મલિકને બરતરફ કરાતાં નવાઝ શરીફને છોડી મૂકવાની માગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે, ભ્રષ્ટાચારના આરોપમાં નવાઝ શરીફને સાત વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન