Pakistan resumes talks with Taliban after SCO summit: Imran
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • SCO સમિટ બાદ પાકિસ્તાને તાલિબાનો સાથે વાટાઘાટોનો આરંભ કર્યો : ઇમરાન

SCO સમિટ બાદ પાકિસ્તાને તાલિબાનો સાથે વાટાઘાટોનો આરંભ કર્યો : ઇમરાન

 | 8:40 am IST
  • Share

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને શનિવારે જાહેરાત કરી હતી કે તાજેતરમાં સમાપ્ત થયેલી શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનની સમિટમાં અફઘાનિસ્તાનના વિવિધ મુદ્દાઓ પર વિગતે ચર્ચા બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં સમાવેશક સરકાર માટે તાલિબાનો સાથે વાટાઘાટોનો પ્રારંભ કર્યો હતો. 40 વર્ષના સંઘર્ષ બાદ આ સમાવેશિતા સ્થિર અફઘાનિસ્તાનને સુનિશ્ચિત કરશે કે જે ફક્ત અફઘાનિસ્તાન માટે જ નહીં પરંતુ સમગ્ર ક્ષેત્રના હિતમાં છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનો 2૦૦૦ વર્ષ જૂના સોનાના ખજાનાને શોધી રહ્યા છે

અફઘાનિસ્તાન ઉપર નિયંત્રણ બાદ તાલિબાનોની નજર 2૦૦૦ વર્ષ જૂના સોનાના ખજાનાને શોધવા ઉપર છે. આ એક પ્રાચીન બેક્ટ્રેરિયન ખજાનો છે જેમાં સોનાની ચીજો છે અને તેની શોધ ચાર દાયકા અગાઉ અફઘાનિસ્તાનના ટેલા ટાપા રિજનમાં થઈ હતી.

દેશના સાંસ્કૃતિક આયોગના ઉપપ્રમુખ અહમદુલ્લાહ વસીકે જણાવ્યું હતું કે અમે તપાસ કરી રહ્યા છીએ કે, આ બેક્ટ્રેરિયન ખજાનો અફઘાનિસ્તાનમાં છે કે, કે પછી તેને બહાર લઈ જવામાં આવ્યો છે. જો આમ હશે તો તે એક દેશદ્રોહ ગણાશે અને તાલિબાનો આ સામે ગંભીર કાર્યવાહી કરશે. નેશનલ જિયોગ્રાફિક અનુસાર આ ખજાનામાં પ્રાચીન દુનિયાભરના હજારો સોનાના ટુકડા હોય છે અને તે 2૦૦૦ વર્ષ જૂની છ કબરોમાંથી શોધવામાં આવ્યા હતાં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો