pakistan sarfaraz-ahmed-recites-naat-e-rasool-on-the-road-during-coronavirus covid19
  • Home
  • Corona live
  • પાકિસ્તાનના આ ક્રિકેટરે રસ્તા પર જ કરી દીધું એવું કામ, બમણી ઝડપે વધી જશે કોરોનાનો ખતરો

પાકિસ્તાનના આ ક્રિકેટરે રસ્તા પર જ કરી દીધું એવું કામ, બમણી ઝડપે વધી જશે કોરોનાનો ખતરો

 | 8:31 am IST

એક તરફ જ્યાં દુનિયાના દરેક ખેલાડીઓ લોકોને કોરોના વાયરસના કારણે લોકોને ઘરે રહેવાની સલાહ આપી રહ્યા છે. ત્યારે બીજી તરફ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સરફરાજ અહમદે લોકોને રસ્તા પર એકઠા કર્યા. સરફરાજ અહમદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમા તે નાત-એ-રસૂલ ગાતા જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સરફરાજ અહમદની આસપાસ ઘણા લોકો એકઠા થયા હતા. જણાવી દઇએ કે નાત-એ-રસૂલ પૈગંબર ની પ્રશંસામાં ગાવામાં આવતી કવિતાને સૌથી લોકપ્રિય માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે આખી દુનિયાની જેમ પાકિસ્તાનમાં પણ કોરોના વાયરસ બમણી સ્પીડે ફેલાઇ રહ્યો છે. આ મહામારી એકબીજાથી ફેલાય છે. એવામાં એકબીજાની વચ્ચે અંતર રાખવું ખૂબ મહત્વનું છે. પરંતુ સરફરાજ અહમદે નાત-એ-રસૂલ ગાઇને ભીડ એકઠી કરી જેનાથી કોરોના વાયરસ ફેલાવવાનો ખતરો વધી ગયો છે. આ વીડિયો દરમિયાન કેટલાક લોકોએ કોમેન્ટ કરીને લખ્યું છે.

તમને જણાવી દઇએ કે પાકિસ્તાનમાં કોરોના વાયરસના કારણે ઘણા ગરીબ લોકોની આવક બંધ થઇ ગઇ છે. જેથી ઘણા ક્રિકેટરો સામાન્ય લોકોની મદદ કરવાની શરૂ કરી છે. સરફરાજ અહમદની ફાઉન્ડેશન પણ લોકોને રાશન ઉપલબ્ઘ કરાવી રહી છે. તેની સાથે-સાથે સરફરાજ અહમદે તેના બેટની નિલામી કરવાની પણ જાહેરાત કરી છે. આ બેટ તેણે ચેમ્પિયન ટ્રોફી 2017 દરમિયાન ઉપયોગ કર્યું હતું પાકિસ્તાનના ચેમ્પિયન્સ ટ્રોફી 2017 જીતી હતી. ફાઇનલમાં તેણે ટીમ ઇન્ડિયાને ટક્કર આપી હતી.

પાકિસ્તાનમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. પાકિસ્તાનમાં કોરોના વાયરસના આશરે 3000 હજાર મામલા સામે આવી ચુક્યા છે. જેમાથી 41 લોકોએ તેમનો જીવ ગુમાવ્યો છે. 131 લોકોને સારું પણ થયું છે. ઘણા મોટા ક્રિકેટર જેમ કે શાહિદ અફરીદી, શાહીન અફરીદી લોકોની મદદ કરી રહ્યા છે.

આ પણ જુઓ : અમદાવાદના મુસ્લિમ આગેવાનોએ લઘુમતી સમાજને કરી અપીલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન