Pakistan Minister Fawad Hussain Insane Tweets On PM Modi Birthday
  • Home
  • Featured
  • PM મોદીના જન્મ દિવસે પણ સખણા ના રહ્યા પાકિસ્તાનના મંત્રી, કર્યું એકદમ વાહિયાત ટ્વિટ

PM મોદીના જન્મ દિવસે પણ સખણા ના રહ્યા પાકિસ્તાનના મંત્રી, કર્યું એકદમ વાહિયાત ટ્વિટ

 | 12:54 pm IST

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાનના અનેક નેતાઓ જાણે  કે પોતાનું માનસીક સંતુલન જ ગુમાવી બેઠા હોય તે પ્રકારનો વ્યવહાર કરી રહ્યાં છે. પહેલા બનાવટી અહેવાલો, પોર્ન સ્ટારને કાશ્મીરી ગણાવી વીડિયો શેર કર્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્દ્ર મોદીના જન્મદિવસને લઈને પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ હુસૈને ફરી એકવાર પોતાની માનસીક પંગુતાનું પ્રદર્શન કર્યું છે.

જોકે ફવાદ હુસૈનને પોતાના આ ટ્વિટ બદલ ભારે પછતાવવાનો વારો આવ્યો છે. ભારત સહિતના દેશો તો ઠીક પણ પાકિસ્તાનમાં જ તેમના આ નિવેદનને લઈને માછલા ધોવાઈ રહ્યાં છે. જોકે ફવાદ હુસૈન માટે પોતાની જ આ ફજેતી કંઈ નવીન વાત નથી. આ અગાઉ પણ તેઓ અનેક વિવાદાસ્પદ નિવેદનો અને ટ્વિટ આપી ચુક્યા છે.

આજે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. વિરોધ પક્ષના નેતા સોનિયા ગાંધી સહિત દુનિયાભરના નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. ત્યારે પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ હુસેને વાહિયાત ટ્વિટ કરીને દુનિયાભરમાં પોતાની ફજેતી કરી છે.

ફવાદ હુસૈને #મોદીબર્થડે… સાથે એકદમ વાહિયાત શબ્દનો પ્રયોગ કર્યો હતો. જેને લઈને ફવાદ હુસૈનની ભારે ટીકા થઈ રહી છે. ટ્વીટર પર કેટલાક લોકો ફવાદ હુસૈનની ભારે ઠેકડી ઉડાડી રહ્યાં છે અને મીમ્સ પણ શેર કરી રહ્યાં છે. મહત્વની વાત એ છે કે, પાકિસ્તાનના લોકો પણ ફવાદની આ હરકતની નિંદા કરી રહ્યાં છે. કરાંચીના એક ટ્વિટર હેંડલ પરથી લખવામાં આવ્યું છે કે- આજે તમને ઈમરાન ખાન સાહેબે કોઈ જ કામ નથી સોંપ્યુ, કે સવાર સવારમાં ઝેરીલા ટ્વિટ કરવાનું શરૂ કરી દીધું.

આ અગાઉ ભારતના ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલા ચંદ્રયાન-2ના લેંડર વિક્રમ પર પણ ફવાદ હુસૈને એક વાહિયાત કહી શકાય તેવું ટ્વિટ કર્યું હતું. જેને લઈને પાકિસ્તાનમાં જ તેમની ભારે ફજેતી થઈ હતી.

આ વીડિયો પણ જુઓ : સુરતમાં તાપી નદી કિનારે PMના જન્મદિવસની ઉજવણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન