Pakistan Science Minister Fawad Chaudhry Calls India Space Missions
  • Home
  • Featured
  • અવકાશ ક્ષેત્રે મમરો યે ના ઉકાળનારા પાક.ના મંત્રીએ ભારતને લઈ આપ્યું વાહિયાત નિવેદન

અવકાશ ક્ષેત્રે મમરો યે ના ઉકાળનારા પાક.ના મંત્રીએ ભારતને લઈ આપ્યું વાહિયાત નિવેદન

 | 8:09 pm IST

પાકિસ્તાનના સાયન્સ અને ટેક્નોલોજી મંત્રી અવારનવાર પોતાના ચિત્ર-વિચિત્ર નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. તેમણે ફરી એકવાર ભારતને લઈને પોતાની ભડાશ બહાર કાઢી છે. આ વખતે તેમણે ભારતના સ્પેસ મિશનોને બિનજવાબદાર ગણાવતા આંતરરાષ્ટ્રીય સમુદાયને આ મામલે ધ્યાન આપવાની અપીલ કરી છે.

અગાઉ ચંદ્રયાન-2ના લેંડર વિક્રમ સાથે સંપર્ક તુટી જતા ચૌધરીએ ભારતને લઈને કહ્યું હતું કે, જે કામ આવડે નહીં તે કરવુ જ ના જોઈએ. ભારતને આ પ્રકારની સલાહ આપનારા પાકિસ્તાને આજ સુધી અવકાશી વિજ્ઞાન ક્ષેત્રે મમરો પણ ઉકાળ્યો નથી.

ભારત પર લગાવ્યા આવા વાહિયાત આરોપ

પાકિસ્તાનના મંત્રીએ આજે એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ભારત અવકાશમાં કચરો ઠાલવવાનો સૌથી મોટો સ્ત્રોત બની રહ્યું છે, તેના બિનજવાબદાર સ્પેશ મિશન આખી ઈકો સિસ્ટમ માટે ખતરારૂપ છે. આંતરરાષ્ટ્રીય સંગઠનોએ આ મામલે ગંભીરતાપૂર્વક ધ્યાન આપવું જોઈએ. સમયાંતરે વાહિયાત નિવેદનો આપવા પંકાયેલા ફવાદ ચૌધરીને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના નજીકના માનવામાં આવે છે.

કરી ચુક્યા છે આવા હાસ્યાસ્પદ દાવા

ફવાદ ચૌધરી પોતાના વાહિયાત નિવેદનોને લઈને સોશિયલ મીડિયા પર અનેકવાર ટ્રોલ પણ થઈ ચુક્યા છે. એકવારતો તેમણે હાસ્યાસ્પદ દાવો કરતા કહ્યું હતું કે, હબ્બલ સ્પેસ ટેક્નોલોજીને અમેરિકાની સ્પેશ એજન્સી નાસાએ નહીં પણ પાકિસ્તાનની સ્પેસ એજન્સી SUPARCOએ લોંચ કર્યો હતો. જેને લઈને સોશિયલ મીડિયા પર તેમની ખો કાઢી નાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, દુનિયાના સૌથી મોટા સ્પેસ ટેલિસ્કોપ હબ્બલને અમેરિકાએ 1990માં લોંચ કર્યો હતો.

લેંડર વિક્રમના કેટલાક અવસેશો મળતા NASAના ટ્વિટના કલાકો બાદ જ સામે આવ્યું આ ટ્વિટ

ફવાદ ચૌધરીનું આ ટ્વિત નાસાના એ ટ્વિટના ગણતરીના કલાકો બાદ જ સામે આવ્યું છે જેમાં અમેરિકાની અવકાશ એજન્સીએ જણાવ્યું હતું કે, ચંદ્રની સપાટી પર લેંડર વિક્રમનો કાટમાળ મળ્યો છે. ત્રણ મહિના પહેલા ચંદ્રયાન-2 મિશનના લેંડર વિક્રમે હાર્ડ લેંડિંગ કર્યું હતું. ચંદ્રયાન-2 ભારતનું મહાત્વાકાંક્ષી મિશન હતું અને તેના દ્વારા ભારતે પહેલીવાર વણ ખેડાયેલી ચંદ્રની દક્ષિણ ધ્રુવનીએ ધરતી પર રોવર ઉતારવાની યોજના બનાવી હતી જે સફળ થઈ શકી નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન