Pakistan security personnel deployed for New Zealand consumed biryani
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમનો પાકિસ્તાન પ્રવાસ રદ્દ, એકેય મેચ રમ્યા નહીંને રૂ.27 લાખની બિરયાનીનું બિલ અલગથી…

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમનો પાકિસ્તાન પ્રવાસ રદ્દ, એકેય મેચ રમ્યા નહીંને રૂ.27 લાખની બિરયાનીનું બિલ અલગથી…

 | 11:34 am IST
  • Share

સુરક્ષાના લીધે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન પ્રવાસ રદ્દ કરી દીધો. ત્યારબાદથી જ પાડોશી દેશની હાલત ખરાબ છે. એક સમયે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજા આવીને ‘બદલો લેવાની’ વાત કરે છે. તો કયારેક ઇમરાન ખાન સરકારના મંત્રી આખા ઘટનાક્રમનું ઠીકરું ભારતના માથે ફોડી રહ્યા છે. પાકિસ્તાની મીડિયામાંથી આવતા તાજા રિપોર્ટ દર્શાવે છે કે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમની સુરક્ષામાં લાગેલા ટીમના ખાવા-પીવા પર 27 લાખ રૂપિયાનું બિલ આવ્યું છે. એક ન્યૂઝ ચેનલના મતે ઇસ્લામાબાદની એક હોટલમાં 8 દિવસ સુધી રોકાયેલ કીવી ટીમની સુરક્ષામાં લગભગ 500 પોલીસકર્મી તૈનાત હતા. તેના માટે દિવસમાં બે વખત બિરયાની આવતી હતી. 8 દિવસનું બિલ 27 લાખ રૂપિયા આવ્યું છે. બંને ટીમોની રાવલપિંડીમાં પહેલી વનડે શરૂ થાય તેની પહેલાં જ સુરક્ષા કારણોસર ન્યૂઝીલેન્ડે પ્રવાસ રદ્દ કરી દીધો.

પ્રવાસ રદ થતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને તગડી નુકસાની થવાની છે. બિરયાની માટે 27 લાખ રૂપિયાનું બિલ તો શરૂઆત છે, કીવી ટીમની સુરક્ષામાં ફ્રંટિયર કોન્સટેબુલરીના જવાન પણ હતા. હજુ તેની ઉપરના ખર્ચનું બિલ આવ્યું નથી. રિપોર્ટના મતે જ્યારે બિલ પાસ થવા માટે નાણાં વિભાગની પાસે પહોંચ્યું તો તેને રોકી દેવાયું.

ઇમરાનના મંત્રીએ ભારત પર લગાવ્યો હતો આરોપ
પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ બુધવારના રોજ દાવો કર્યો કે ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમને ધમકી ભર્યો ઇમેલ મુંબઇથી મોકલાયો હતો. ચૌધરીએ એક ભારતીય પત્રકાર પણ આરોપ મૂકયો. ચૌધરીએ દાવો કર્યો કે આ ઇમેલ આઇડીને ભારતમાં બનાવામાં આવ્યું હતું અને સિંગાપુરના આઇપી એડ્રેસ દ્વારા મોકલાયું. ફવાદ ચૌધરીએ કહ્યું કે ભારતમાં ઇમેલ આઇડીને જે ડિવાઇસથી બનાવામાં આવ્યું હતું તેનાથી 13 બીજા ઇમેલ આઇડી બનાવ્યા છે.

રમીઝ રાજા સતત આપી રહ્યા છે અજીબોગરીબ નિવેદન
PCBના નવા ચીફ રમીજ રાજાએ પદ સંભાળતા જ આવી મુસીબતો ઝીલવી પડી છે. રમીજ એ ક્રિકેટમાં ‘વેસ્ટર્ન બ્લોક’ના દબદબાને લઇ પ્રશ્ન ઉઠાવ્યો. તેમણે કહ્યું કે એવું લાગી રહ્યું છે કે અમારો ઉપયોગ કરીને અમને ફેંકી દીધા છે. ન્યૂઝીલેન્ડે પ્રવાસ રદ્દ કર્યા બાદ અમને ઇંગ્લેન્ડ પાસેથી આશા હતી. આશ હતી કે તેઓ જૂની મિત્રતાની લાજ રાખશે. પોતાની ટુર ટાળશે નહીં પરંતુ અમે ખોટા હતા. ઇસીબીની પાસે ક્રિકેટ બિરાદરીના અન્ય સભ્યોની આપદામાં સહારો બનવાની તક હતી તેનાથી તેઓ ચૂકી ગયા. તેમણે ટી-20 વર્લ્ડ કપમાં આ અપમાનનો ‘બદલો લેવાની’ વાત પણ કહી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો