Pakistan seeks US Help to get itself off FATF List
  • Home
  • Featured
  • ફફડી ઉઠેલા પાકિસ્તાનને શરૂ કર્યા બરાબરના ધમપછાડા, અમેરિકા સામે થયુ સાક્ષાત દંડવત

ફફડી ઉઠેલા પાકિસ્તાનને શરૂ કર્યા બરાબરના ધમપછાડા, અમેરિકા સામે થયુ સાક્ષાત દંડવત

 | 6:47 pm IST

આતંકવાદને ફંડિંગ અને મની લોન્ડિંગ પર નજર રાખનારી ગ્લોબલ વૉચડોગ ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની ગ્રે લિસ્ટમાંથી બહાર થવા પાકિસ્તાન રીતસરના હવાતિયા મારવા લાગ્યું છે. આ માટે હવે તે અમેરિકાના ચરણોમાં દંડવત કરતુ થઈ ગયું છે.

હાલ અમેરિકાના ઉપ વિદેહ મંત્રી એલિસ વેલ્સ ઈસ્લામાબાદના ચાર દિવસના પ્રવાસે પહોંચ્યા છે. વેલ્સ દક્ષિણ અને મધ્ય એશિયાની બાબતો જુએ છે. અહીં 10 દિવસના પ્રવાસના ભાગરૂપે તેઓ પાકિસ્તાન પહોંચ્યા છે. તેમનો હેતુ ક્ષેત્રીય સ્થિરતા, અફઘાનિસ્તાન શાંતિ પ્રક્રિયા અને મધ્ય-પૂર્વમાં તણાવને ઘટાડવાનો છે.

વેલ્સે પાકિસ્તાન પહેલા ભારત અને શ્રીલંકાની મુલાકાત લીધી હતી. ઈસ્લામાબાદમાં પોતાના પ્રવાસ દરમિયાન વેલ્સ પાકિસ્તાનના રાજનૈતિક અને સૈન્ય નેતૃત્વ સાથે વાતચીત કરશે. આ દરમિયાન દ્વિપક્ષીય હિતો અને ક્ષેત્રીય મુદ્દે ચર્ચા થશે.

જોકે પાકિસ્તાનનો એજંડા અમેરિકી પ્રશાસનને કાશ્મીર પર ભારત વિરૂદ્ધ પોતાના વલણ પર સમર્થન કરવાની સાથોસાથ પોતાને FATFના ગ્રે લિસ્ટમાંથી બહાર આવવામાં મદદ માંગવાનો છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મેહમૂદ કુરેશી તાજેતરમાં જ અમેરિકાના પ્રવાસે ગયા હતાં. જ્યાં તેમણે FATFના ગ્રે લિસ્ટમાંથી બહાર આવવા માટે અમેરિકાની મદદ પર ભાર આપ્યો હતો. કુરેશી આ અગાઉ પણ કહી ચુક્યા છે કે, પાકિસ્તાનને આશા છે કે અમેરિકા આ કામમાં તેની મદદ કરશે. સાથે જ પાકિસ્તાન તરફથી આ દિશામાં કરવામાં આવીર અહેલા પ્રયાસોને પણ સમર્થન આપશે.

FATFની આગામી બેઠક બેઈજીંગના યોજાશે. કુરેશીનું કહેવું છે કે, આ બેઠક અમારા માટે ખુબ જ મહત્વની છે. ત્યાર બાદ એપ્રિલ મહિનામાં પેરિસ ખાતે નિર્ણાયક બેઠક થશે. અહીં વૈશ્વિક સંસ્થાઓ નિશ્ચિત કરશે કે પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં રાખવામાં આવે કે પછી તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે.

આ વીડિયો પણ જુઓ : દેશભરમાં ભાજપનું કમળ ખીલવીશું – જે.પી. નડ્ડા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન