Pakistan Shocked US Defence Deal to India
  • Home
  • Featured
  • ફફડી ઉઠેલા પાકિસ્તાનને ફરીથી ડર, ભારત કરી શકે છે મોટી કાર્યવાહી!

ફફડી ઉઠેલા પાકિસ્તાનને ફરીથી ડર, ભારત કરી શકે છે મોટી કાર્યવાહી!

 | 8:13 am IST

ભારતે શું અમેરિકા સાથે ડિફેન્સ સિસ્ટમ માટે ડીલ કર્યાના રિપોર્ટ સામે આવ્યા કે પાકિસ્તાનને બળતરા થઇ રહ્યા છે. અગાઉ પણ જ્યારે રશિયા સાથે ડીલ કરી હતી ત્યારે પણ તેને પેટમાં દુખ્યુ હતું. આ બધાની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવવાના છે તેને લઇ પણ ઉંચું-નીચું થઇ રહ્યું છે. પાકિસ્તાન અત્યારે ભારતથી ખૂબ ઝેરે બળી રહ્યું છે. ઝેરમાંને ઝેરમાં નિવેદનો પણ ભારત વિરૂદ્ધ આપવામાંથી બાજ નથી આવતું.

પાકિસ્તાન ફરીથી તણાવમાં છે. તેને લાગે છે કે ભારત આવનારા થોડાંક દિવસોમાં મોટી કાર્યવાહી કરી શકે છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવકતા આઇશા ફારૂકીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે ઇમરાન ખાન સરકારને આ પ્રકારનો ડર છે. જો કે તેનું તેઓ નક્કર કારણ બતાવી શકયા નથી. ફારૂકીએ કહ્યું કે તુર્કીના રાષ્ટ્રપતિ રિસે તૈયપ અર્દોગાન પાકિસ્તાનની મુલાકાત પર છે, આ દરમ્યાન ભારત ‘બિન જવાબદાર’ કાર્યવાહી કરી શકે છે.

ભારતને ફરી આપી ધમકી

પાકિસ્તાનના પ્રવકતાએ ધમકી પણ આપી દીધી. ફારૂકીએ કહ્યું કે જો ભારત સરકારે આ પ્રકારની કોઇ કાર્યવાહી કરી તો પાકિસ્તાન તેનો માકુલ જવાબ આપશે. તેમણે કહ્યું કે તુર્કી કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાનના સ્ટેન્ડનું સમર્થન કરે છે, આ ભારતને પચતું નથી.

ફારૂકીએ ભારતથી બીજા એક ડરનો ખુલાસો કર્યો. આ અમેરિકાની સાથો સાથ એર ડિફેન્સ સિસ્ટમ પર થનાર ડીલથી છે. તેમણે કહ્યું કે મીડિયા રિપોર્ટસના મતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને 1.8 અબજ ડોલરમાં એર ડિફેન્સ સિસ્ટમ વેચવાની મંજૂરી આપી દીધી છે જે ઠીક નથી. પાકિસ્તાનના મતે આનાથી દક્ષિણ એશિયામાં હથિયારોની હોડ શરૂ થઇ શકે છે.

એર ડિફેન્સ સિસ્ટમથી ફફડી ગયું પાકિસ્તાન

આની પહેલાં રૂસની સાથે પણ ભારતે S-400 મિસાઇલ સિસ્ટમની ડીલ કરી છે. તેના પર અમેરિકાએ આપત્તિ વ્યક્ત કરી હતી પરંતુ મોદી સરકાર ટસથી મસ થઇ નથી. રૂસે આ સોદો તુર્કીની સાથે પણ કર્યો છે. ભારતે આ પ્રણાલી માટે રૂસને 6000 કરોડનો પહેલો હપ્તો પણ ચૂકવી દીધો છે અને હવે તેઓ કોઇપણ વિલંબ વગર પોતાના ખેમામાં સામેલ કરવા માંગે છે. આ મિસાઇલ સિસ્ટમ 380 કિલોમીટરની રેન્જમાં જેટ્સ, જાસૂસી પ્લેન, મિસાઇલ અને ડ્રોન્સની નિશાનદેહી ટ્રેંકને નષ્ટ કરી શકે છે. 40000 કરોડ રૂપિયાનો આ સોદો દુનિયાની સૌથી મોટી ડિફેન્સ ડીલમાં સામેલ છે.

ટ્રમ્પ આવશે ભારત પ્રવાસે

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીના રોજ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે તેમના પ્રગાઢ સંબંધો પાકિસ્તાન માટે પરેશાનીનું મોટું કારણ છે. ટ્રમ્પ પ્રશાસને આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને બરાબરનું ઘેર્યું છે. કંગાળિયતના ડરથી ફાઇનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ (FAFT)ની શરતો પૂરી કરવા માટે પાકિસ્તાન જદ્દોજહદ કરી રહ્યું છે. બે દિવસ પહેલાં જ પાકિસ્તાનમાં આતંકવાદ રોધી કોર્ટે હાફિઝ મોહમ્મદ સઇદને પાંચ વર્ષની સજા સંભળાવી છે. સઇદ મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. અમેરિકાએ કહ્યું કે પાકિસ્તાનને વધુ કાર્યવાહી કરવાની જરૂર છે.

આ વીડિયો પણ જુઓ : પુલવામા માસ્ટરમાઈન્ડ અબદુલ રશીદને ઠાર કરતા લોકોમાં આનંદનો માહોલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન