Pakistan should first vacat PoK as JAndK Sovereign part of india
  • Home
  • Featured
  • જો પાકિસ્તાન ICJમાં જશે તો PoK ગુમાવવાનો ખોવાનો વારો આવશે, આ રહ્યા પુરાવા

જો પાકિસ્તાન ICJમાં જશે તો PoK ગુમાવવાનો ખોવાનો વારો આવશે, આ રહ્યા પુરાવા

 | 2:40 pm IST

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવ્યા બાદ બરાબરના હચમચી ઉઠેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આ કેસને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાની વાત કરી હતી. જોકે પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાનો પ્રયાસ કરશે તો ભારતનું કામ વધારે સરળ બની જશે. આમ કરવા જતા પાકિસ્તાને પીઓકેમાંથી પણ હાથ ધોવા પડી શકે છે.

પાકિસ્તાનના કાયદા મંત્રાલયે ઈમરાન ખાનને સલાહ આપી છે કે, તે કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય અદાલતમાં લઈ જવાનો પ્રયાસ ના કરે. પાકિસ્તાન એ બાબત ખુબ જ સારી રીતે જાણે છે કે, જો કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય અદાલતમાં ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો પીઓકે પણ તેના હાથમાંથી સરકી જશે તે પાક્કુ છે.

તેનું કારણ એ છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે 21 એપ્રિલે 1948ના રોજ એક રિઝોલ્યૂશન પાસ કર્યું હતું, જેમાં સુરક્ષા પરિષદે પાકિસ્તાનને પીઓકે ખાલી કરવા અને સેનાને પાછી બોલાવવાના નિર્દેશ આપ્યા હતાં. આ ઉપરાંત સુરક્ષા પરિષદે પીઓકેને જમ્મુ-કાશ્મીરમાં ભેળવવાનો નિર્દેશ આપ્યો હતો.

હવે જ્યારે કાશ્મીર મામલે બ્રિટિસ સાંસ બોબ બ્લેકમેને પણ ખુલીને ભારતનું સમર્થન કર્યું છે. તેમણે 21 એપ્રિલ 1948ના રોજ પાસ કરવામાં આવેલા રિઝોલ્યુશનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સહિત આખા જમ્મુ-કાશ્મીરમાં ભારતનો ભાગ છે. સાથે જ સુરક્ષા પરિષદે પાકિસ્તાની સેના અને નાગરિકોને પીઓકે ખાલી કરવ કહ્યું હતું. જેથી પાકિસ્તાને પીઓકે ખાલી કરવુ જોઈએ.

બ્રિટિસ સાંસદે કહ્યું હતું કે, જે લોકો જમ્મુ-કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના રિઝોલ્યૂશનનું પાલન કરવાની વાત કરે છે, તે લોકો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પહેલા રિઝોલ્યૂશનને નજરઅંદાજ કરી રહ્યાં છે.

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના ઉપાધ્યક્ષ જિતેન્દ્ર મોહન શર્માએ કહ્યું હતું કે, કલમ 370 હટાવવામાં આવતા પીઓકે સહિત આખુ જમ્મુ-કાશ્મીર ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે. હવે પાકિસ્તાનનું પીઓકે કોઈ પણ રીતે કાયદાકીય બચાવી ના શકે. કલમ 370ને હટાવવાના મોદી સરકારના નિર્ણય પહેલાથી જ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતનો પક્ષ અનેકઘણો વધારે મજબુત બની ગયો છે.

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના એડવોકેટ ઉપેન્દ્ર મિશ્રાનું કહેવું છે કેમ જો પાકિસ્તાન કાશ્મીર મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ કે આંતરરાષ્ટ્રીય અદાલતમાં લઈ જવામાં સફળ થઈ પણ જશે તો પણ તેને ત્યાં પણ બરાબરનો પાઠ ભણાવવામાં આવશે કારણ કે કાયદાકીય રીતે ભારતનો પક્ષ અનેક ગણો મજબુત છે. કાશ્મીર મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને આંતરરાષ્ટ્રીય અદાલત પાકિસ્તાનને સૌથી પહેલા પીઓકે ખાલી કરવવાનું કહેશે, કારણ કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પહેલ રિઝોલ્યૂશનમાં પાકિસ્તાનને નિર્દેશ આપી ચુક્યું છે કે, તે પીઓકે ખાલી કરે. જેનાથી ભારતનું કામ સરળ બની જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન