Pakistani Qandeel Baloch's Brother Arrested In Her Honour Killing Case
  • Home
  • Photo Gallery
  • PHOTOS: પાકિસ્તાનની આ સ્ટારને કોઈએ ગળું દબાવીને પતાવી દીધી’તી, 3 વર્ષે થયો નવો ખુલાસો

PHOTOS: પાકિસ્તાનની આ સ્ટારને કોઈએ ગળું દબાવીને પતાવી દીધી’તી, 3 વર્ષે થયો નવો ખુલાસો

 | 10:54 am IST

પાકિસ્તાની હીરોઈન, મોડેલ અને સોશિયલ મીડિયા સેલેબ્રિટી કંદીલ બલોચનું વર્ષ 2016માં ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી. લોકો તેને પાકિસ્તાનની કિમ કાર્દિશિયા પણ કહેવામાં આવતી હતી. તે સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરોનાં કારણે ચર્ચામાં રહેતી હતી. હત્યાના 3 વર્ષ બાદ બલોચનો ફરાર ભાઈને ઈન્ટરપોલની મદદથી ઝડપાયો છે.

પાકિસ્તાનનાં એક ન્યૂઝ પેપર અનુસાર બલોચનાં ભાઈ આરિફને હત્યાના આરોપમાં ફરાર ઘોષિત કરી દેવામાં આવ્યો હતો. એસએચઓ મહર બશીરે જણાવ્યું કે આરિફને મુલ્તાનના મુજફ્ફરાબાદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. આરિફને બલોચની હત્યાના મામલામાં ફરાર ઘોષિત કરવામાં આવ્યો હતો. આ સિવાય કોર્ટે એક બીજા ભાઈને પણ આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. આ મામલે કુલ 35 લોકોએ બયાન આપ્યા હતા.

બલોચની 15 જુલાઈ 2016માં ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી. હત્યાના આગળના દિવસે જ બલોચના એક ભાઈ મોહમ્મદ વસીમે પોલીસને એવું જણાવ્યું કે એના મોત પાછળ કોઈ દુ:ખ નથી. કારણ કે સોશિયલ મીડિયા પર ગમે તેવા ફોટો અને વીડિયો અપલોડ કરીને આમ પણ તે બલોચ પરિવારનું નામ ખરાબ કરતી હતી. તો જુઓ આ મોડેલનાં ફોટો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન