Pakistan: State Bank's reserves fall by $123 million to $20 billion
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પાકિસ્તાનની મધ્યસ્થ બેન્કના વિદેશી હૂંડિયામણ ભંડોળમાં 12.3 કરોડ ડોલરનું તોતિંગ ગાબડું

પાકિસ્તાનની મધ્યસ્થ બેન્કના વિદેશી હૂંડિયામણ ભંડોળમાં 12.3 કરોડ ડોલરનું તોતિંગ ગાબડું

 | 6:00 am IST
  • Share

ઇસ્લામાબાદ । પાકિસ્તાનની મધ્યસ્થ બેન્કના વિદેશી હૂંડિયામણ ભંડોળમાં સાપ્તાહિક આધારે ૦.૬૧ ટકાનો ઘટાડો નોંધાયો છે. ધ એક્સ્પ્રેસ ટ્રિબ્યૂનના અહેવાલ મુજબ ૩ સપ્ટેમ્બરે એસબીપી પાસે વિદેશી હૂંડિયામણ ભંડોળ ઘટીને ૨૦૦૨.૨૬ કરોડ ડોલર હતું. ૨૭ ઓગસ્ટે નોંધાયેલા ૨૦૧૪.૫ કરોડના વિદેશી હૂંડિયામણની તુલનામાં આમ ૧૨.૩ કરોડ ડોલરનો ઘટાડો નોંધાયો હતો. કેન્દ્રીય બેન્કનું કહેવું છે કે વિદેશી લોન ચુકવણીને કારણે વિદેશી હૂંડિયામણમાં ઘટાડો નોંધાયો છે. 

અહેવાલમાં જણાવ્યા મુજબ એસબીપી ઉપરાંત પાકિસ્તાનની અન્ય બેન્કમાં રહેલા નેટ રિઝર્વને ઉમેરવામાં આવે તો પાકિસ્તાન પાસે કુલ ૨૭૧૦.૨૬ કરોડ ડોલરનું લિક્વિડ વિદેશી હૂંડિયામણ છે. અર્થાત અન્ય બેન્કો પાસે કુલ ૭૦૮ કરોડ ડોલર નેટ રિઝર્વ છે. પાક.ને આઇએમએફ પાસેથી મળી ૨૭૫.૧૮ કરોડ ડોલરની સહાય 

આ પહેલાં ૨૭ ઓગસ્ટના રોજ પાકિસ્તાનની મધ્યસ્થ બેન્ક પાસે વિદેશી હૂંડિયામણ ભંડોળ વધીને ૨૦૧૦ કરોડ ડોલર થઇ ગયું હતું. તે સમયે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) પાસેથી ૨૭૫.૧૮ કરોડ ડોલરની સહાય મળી હતી. 

યૂરો બોન્ડની મદદથી મેળવ્યું ૨૫૦ કરોડ ડોલરનું ધિરાણ 

પાકિસ્તાને યૂરો બોન્ડના માધ્યમથી ૨૫૦ કરોડ અમેરિકી ડોલરનું ધિરાણ મેળવ્યું હતું. આ હેતુસર પાકિસ્તાનને ધિરાણ આપનારાઓને ઊંચું વ્યાજદર ઓફર કરેલું છે. પાકિસ્તાનને ૯ જુલાઇ ૨૦૧૯ના રોજ આઇએમએફ પાસેથી ૯૯.૧૪ કરોડ ડોલરની રકમનું પ્રથમ ધિરાણ મળ્યું હતું. તેને કારણે વિદેશી હૂંડિયામણની સપાટી વધી હતી તે પછી આઇએમએફે ડિસેમ્બર ૨૦૧૯માં બીજા હપતાના રૂપમાં ૪૫.૫૦ કરોડ ડોલરનું ધિરાણ પૂરું પાડયું હતું.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન