પનામા પેપર્સ લીકમાં પાક. સુપ્રીમ કોર્ટની નવાઝ શરીફને નોટિસ - Sandesh
  • Home
  • World
  • પનામા પેપર્સ લીકમાં પાક. સુપ્રીમ કોર્ટની નવાઝ શરીફને નોટિસ

પનામા પેપર્સ લીકમાં પાક. સુપ્રીમ કોર્ટની નવાઝ શરીફને નોટિસ

 | 3:36 pm IST

.પનામા પેપર્સ લીકમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન નવાઝ શરીફને નોટિસ જારી કરી હોવાનું પાકિસ્તાની મીડિયાએ જણાવ્યું છે.

નવાઝ શરીફ ઉપરાંત મરિયમ નવાઝ, હસન નવાઝ, હુસેન નવાઝ, નિવૃત કેપ્ટન સફદર, નાણાપ્રધાન ઈશત્યાક દાર, ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના ડીજી, ફેડરલ રેવન્યૂ બોર્ડના ચેરમેન અને એટર્ની જનરલને પણ સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે.

અમેરિકાના ઈન્વેસ્ટિગેશન પત્રકારોના ફેડરેશન (આઈસીઆઈજે)એ પનામા પેપર્સના નામ સાથે ઢગલાબંધ દસ્તાવેજો લીક કર્યા છે. ફેડરેશને જણાવ્યું હતું કે તેમને આ દસ્તાવેજો અજ્ઞાત સૂત્રોએ પૂરા પાડ્યા છે. ત્યારપછી આ દસ્તાજેવોનું સઘન પૃથક્કર કરાયું હતું. દસ્તાવેજોમાં ફિલ્મ અને ખેલ જગત ઉપરાંત વિશ્વભરના 140 જેટલા રાજકારણીઓ અને અબજોપતિઓની ગુપ્ત સંપત્તિની વિગતોની માહિતીનો ઉલ્લેખ કરાયો છે.

પનામા પેપર્સ લીકમાં આ મહાનુભાવોના આર્થિક વ્યવહારોની વિગતો પૂરી પાડવામાં આવી છે. આ અંગે પાકિસ્તાનના મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે આ સંપૂર્ણપણે ગેરકાયદેસર ન હોય તેમ બની શકે છે, છતાં તેના પરથી ખ્યાલ આવે છે કે દેશના નેતાઓ કેવી રીતે વેરા બચાવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડે છે.

પનામા પેપર્સમાં સામેલ નામ જાણીને ચોંકી જવાય તેમ છે. તેમાં આઈસલેન્ડ અને પાકિસ્તાનના વડાપ્રધાનો, યુક્રેનના પ્રમુખ, સાઉદી અરબિયાના રાજા અન ડેવિડ કેમરોનના પિતાના નામ મુખ્ય છે. પનામા પેપર્સમાં વ્લાદીમીર પુતિનના નજીકના સાથીઓ, અભિનેતા જેકી ચેન અને ફુટબોલ ખેલાડી લિયોનેલ મેસીના નામનો સમાવેશ થાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન