પાક. સુપ્રીમ કોર્ટ ચુકાદા માટે આંગળી પકડે છે ભારતની સર્વોચ્ચ અદાલતની - Sandesh
  • Home
  • World
  • પાક. સુપ્રીમ કોર્ટ ચુકાદા માટે આંગળી પકડે છે ભારતની સર્વોચ્ચ અદાલતની

પાક. સુપ્રીમ કોર્ટ ચુકાદા માટે આંગળી પકડે છે ભારતની સર્વોચ્ચ અદાલતની

 | 4:24 pm IST

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે માનસિક માદગી ધરાવતી વ્યક્તિને ફાંસીની સજા યથાવત રાખવા માટે ભારતની સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધાર બનાવ્યો છે. ભારતીય સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધારને કારણે જ સિઝોફ્રેનિયાથી પીડતા દોષિતને ફાંસી સજા આપવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સિઝોફ્રેનિયાને માનસિક બીમારી ગણવાની ચોખ્ખી ના પાડી છે. જોકે આ ચુકાદા સામે માનવાધિકારો અંગેની વિવિધ સંસ્થાઓએ અણગમો વ્યક્ત કર્યો છે.

50 વર્ષના અલીને 2001માં એક ધર્મગુરુની હત્યાના કેસમાં દોષિત ઠરાવવામાં આવ્યા હતાં. સરકારી ડોકેટરે 2001માં અલીને સિઝોફ્રેનિયા હોવાનું નિદાન કર્યું હતું.

આને મુખ્ય મુદ્દો બનાવતાં અસીલના વકીલે જણાવ્યું હતું કે તેમનો અસીલ અપરાધ અને દંડને સમજી શકે તેમ નથી. આથી તેને ફાંસી આપી શકાય નહીં.વધુમાં આ કરવાથી સંયુક્ત રાષ્ટ્રની સમજૂતીનો પણ ભંગ ગણાશે. મુખ્ય ન્યાયમૂર્તિ અનવર ઝહીર જમાલીના વડપણ હેઠળની ત્રણ ન્યાયમૂર્તિઓની બનેલી બેન્ચે બચાવ પક્ષના આ દલીલ ફગાવતાં કહ્યું હતું કે સિઝોફ્રેનિયા કાયમી માનસિક બીમારી નથી. આ બીમારીથી પીડાતી વ્યક્તિ સાજી થઈ શકે છે પરંતુ તેનો સમાવેશ માનસિક બીમારીમાં થતો નથી.

ભારતની સુપ્રીમ કોર્ટે પણ 1976માં આવો જ ચુકાદો આપ્યો હતો. આ કેસમાં અમૃત ભુષણ નાની વ્યક્તિને દોષિત ઠરાવવામાં આવી હતી. ભુષણની માતાએ દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી રજૂઆત કરી હતી કે તેમના દીકરાને સિઝોફ્રેનિયાની બીમારી છે. આ દલીલને ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સીઝેફ્રેનીયા કાયદેસર રીતે માનસિક બીમારી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન