પાકિસ્તાન પર અમેરિકાનો વધુ એક વાર, ડ્રોન હુમલામાં તાલિબાન કમાંડર ઠાર - Sandesh
NIFTY 10,426.85 +5.45  |  SENSEX 33,856.78 +-61.16  |  USD 64.8900 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • પાકિસ્તાન પર અમેરિકાનો વધુ એક વાર, ડ્રોન હુમલામાં તાલિબાન કમાંડર ઠાર

પાકિસ્તાન પર અમેરિકાનો વધુ એક વાર, ડ્રોન હુમલામાં તાલિબાન કમાંડર ઠાર

 | 4:54 pm IST

અમેરિકાએ ફરી એકવાર પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર આતંકવાદીઓ પર ડ્રોન હુમલો કર્યો હતો. જેમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના પ્રતિબંધિત કમાંડર સહિત 4 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં છે. પાકિસ્તાની સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ હુમલો ઉત્તર વજીરિસ્તાનમાં પાકિસ્તાન-અફઘાનિસ્તાનની સરહદ પર કરવામાં આવ્યો હતો.

માર્યા ગયેલામાં ટીટીપીના આતંકવાદી ઓળખ સજના મહસૂદ તરીકે થઈ છે. જેને તાજેતરમાં જ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો પ્રમુખ બનાવવામાં આવ્યો હતો. જ્યારે અન્ય માર્યા ગયેલા અન્ય આતંકવાદીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્ક સાથે સંકળાયેલા હતાં. જેમાં એકની ઓળખ નાઈબ સમીરના નામથી થઈ છે.

ડોનાલ્ડ્ર ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકાએ પાકિસ્તાનમાં ડ્રોન હુમલા વધારી દીધા છે. ગત 25 જાન્યુઆરીએ જ અમેરિકાએ પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર ડ્રોન હુમલા કરી હક્કાની નેટવર્કના 2 કમાંડરો સહિત 2 આતંકવાદીઓને ઠાર કર્યાં હતાં. 17 જાન્યુઆરીએ પણ અમેરિકા દ્વારા આવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગત વર્ષે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવી અફઘાન નીતિ બાદ ખુર્રમ એજન્સીમાં ડ્રોન હુમલામાં વધારો થયો છે. આ નીતિમાં પાકિસ્તાન પર આતંકવાદીઓને સુરક્ષીત આશ્રય આપવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 2017માં આવા હુમલામાં તાલિબાનના ટોચના આતંકવાદી મુલ્લા અખ્તર મંસૂર માર્યો ગયો હતો.