Pakistan Umpire died due to Heart attack In Live Match
  • Home
  • Sports
  • Cricket
  • કસાઈમાંથી અમ્પાયર બન્યો હતો આ પાકિસ્તાની, મેચમાં જ હાર્ટ એટેક આવતાં થયું મોત

કસાઈમાંથી અમ્પાયર બન્યો હતો આ પાકિસ્તાની, મેચમાં જ હાર્ટ એટેક આવતાં થયું મોત

 | 12:36 pm IST

પાકિસ્તાનમાં એક અમ્પાયરનું ક્લબ સ્તરની ટુર્નામેન્ટ દરમિયાન હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. કરાચીમાં લોયર્સ ટુર્નામેન્ટ દરમિયાન ટીમએસસી મેદાન પર નસીમ શેખને હૃદય રોગનો હુમલો આવ્યો હતો, જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

મેચના આયોજકો જણાવ્યું કે, અમ્પાયરિંગ દરમિયાન તે ફસડાઈ પડ્યો હતો. જે બાદ એમ્બ્યુલન્સ મારફતે તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. પણ રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું. શેખની ઉંમર 56 વર્ષની હતી. તેના વિશે ચોંકાવનારી વાત સામે આવી છે કે, તે એક કસાઈ હતો. પણ રમત પ્રત્યે તેના પ્રેમને કારણે તે એમ્પાયર બન્યો હતો.

આ વર્ષે પણ અન્ય એક અમ્પાયરનું નિધન થયું હતું. ગ્રેટ બ્રિટેનમાં બોલ વાગવાને કારણે એક મહિના બાદ એમ્પાયરનું મોત થયું હતું. એમ્પાયરના માથા પર બોલ વાગ્યો હતો. 80 વર્ષીય અમ્પાયર જ્હોન વિલિયમ્સને પેમ્બ્રોક્શાયર કાઉન્ટી ડિવિઝન-2ની મેચ દરમિયાન બોલ વાગ્યો હતો.

આ વીડિયો પણ જુઓઃ

વાયુસેનાના 87મા સ્થાપના દિવસ પર વાયુસેનાના જવાનોએ બતાવ્યા હવામાં કરતબ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન