પાક.નો અમેરિકાને વધુ એક પડકાર : તપાસ કરાવો, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે - Sandesh
  • Home
  • World
  • પાક.નો અમેરિકાને વધુ એક પડકાર : તપાસ કરાવો, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે

પાક.નો અમેરિકાને વધુ એક પડકાર : તપાસ કરાવો, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે

 | 11:31 pm IST

વર્ષોથી જેની આર્થિક મદદ પર નભતું આવ્યું છે તેવું પાકિસ્તાન અમેરિકાની સામે જ સિંગડા ભરાવી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનલ્ડ ટ્રમ્પના આકરા ઠપકા બાદ પણ પાકિસ્તાન આતંકવાદ મુદ્દે પોતાનું વલણ બદલવા તૈયાર નથી. ઉલટાનું પાકિસ્તાન અમેરિકાને જ પડકાર ફેંકી રહ્યું છે.

અમેરિકા દ્વારા 1600 કરોડથી વધારેની આર્થિક દદદ અટકાવવાના મુદ્દે પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે ડૉનલ્ડ ટ્રંમ્પના દાવાને ખુલ્લેઆમ પડકારતા કહ્યું હતું કે, અમેરિકા ઑડિટ ફર્મ પાસે તપાસ કરાવી લે, સાબિત થઈ જશે કે મેરિકાના રાષ્ટ્રપતિ ખોટા છે.

નવા વર્ષના પ્રારંભે સોમવારે જ એક ટ્વિટ કરી કહ્યું હતું કે, પાકિસ્તાન છેલ્લા 15 વર્ષથી અમેરિકાને મુર્ખ બનાવતું રહ્યું અને 33 અરબ ડોલરથી વધારેની આર્થિક મદદ મેળવતું રહ્યું. બદલામાં તેને માત્ર જુઠ્ઠાણાં જ મળ્યાં. આ સાથે જ ટ્રંમ્પ સરકારે પાકિસ્તાનને મળતી 1600 કરોડથી પણ વધુની આર્થિક મદદ આપવાનું બંધ કરી દીધું હતું. ત્યાર બાદ બંને દેશો વચ્ચે વાકયુદ્ધ છેડાઈ ગયું છે. પાકિસ્તાનના સમાચાર પત્ર ડૉનના અહેવાલ પ્રમાણે પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ તેમના જ દેશની કોઈ ઓડિટ ફર્મ મારફતે અમારા પર કરવામાં આવેલા ખર્ચાની તપાસ કરાવી લે અને 33 અરબ ડૉલરના આંકડાની પણ ખરાઈ કરાવે. દુનિયા સમક્ષ ખુલ્લું પડી જશે કે કોણ ખોટું બોલી રહ્યું છે અને કોણ દગો કરી રહ્યું છે.

પાકિસ્તાની સૈન્યના અલગ સૂર

પાકિસ્તાની સૈનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ગત સપ્તાહે જ ભારપૂર્વક કહ્યું હતું કે, પાકિસ્તાનને અમેરિકા તરફથી જે મદદ મળતી હતી તે અમારા રિએંમ્બર્સમેન્ટ પર થાય છે, જે અમે અલ કાયદા વિરૂદ્ધની લડાઈમાં ગઠબંધનને આપીએ છીએ. શું અમે અમેરિકા અને અફઘાનિસ્તાનની મદદ નથી કરી? અમારે મદદ વગર અમેરિકા ક્યારે અલ કાયદાને પરાસ્ત કરવામાં સફળ ના થાત.