Pakistan wanted to Kill Commander Abhinandan hatched this Conspiracy
  • Home
  • Featured
  • થયો ચોંકાવનારો ખુલાસો, પાકિસ્તાન વિંગ કમાન્ડર અભિનંદનની હત્યા કરવા માંગતું હતું

થયો ચોંકાવનારો ખુલાસો, પાકિસ્તાન વિંગ કમાન્ડર અભિનંદનની હત્યા કરવા માંગતું હતું

 | 7:49 pm IST

બાલાકોટમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈકના બીજા દિવસે ભારતીય વાયુસેનાના જાંબાજ પાયલટ અભિનંદને પાકિસ્તાની યુદ્ધ વિમાનોને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. જોકે આમ કરવા જતા તેઓ પાકિસ્તાન પહોંચી ગયાં હતાં. જ્યાં પાકિસ્તાન અભિનંદનની હત્યા કરવા માંગતુ હોવાનો ખુલાસો થયો છે.

જોકે ભારત સરકારના આકરા દબાણના કારણે પાકિસ્તાનની આ મેલી મુરાદ પર પાણી ફરી વળ્યું હતું અને ખુદ વડાપ્રધાન ઈમરાન ખાને સંસદમાં જ અભિનંદનને ત્રીજા જ દિવસે ભારત પરત સોંપવાની જાહેરાત કરવી પડી હતી.

પાકિસ્તાનના એફ-16 લડ્ડાકૂ વિમાનને નિયંત્રણ રેખાથી દૂર ભગાડવા જતા ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનું વિમાન સરહદ ઓળંગીને પીઓકેમાં જઈને તુટી પડ્યું હતું. વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાની સૈન્યએ પોતાના કબજામાં લીધા હતાં. આ દર્મિયાન પાકિસ્તાને અભિનંદનને મારવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાન ઈચ્છતુ હતું કે, અભિનંદન જીવતા પોતાના વતન ભારત પાછા જ ના ફરે.

અભિનંદનને જ્યારે ભારતીય સરહદ તરફ ધસી આવેલા પાકિસ્તાનના એફ-16 યુદ્ધ વિમાનનો પીછો કરતી વખતે સરહદ ઓળંગીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જઈ પહોંચ્યા હતાં. જોકે આ સાથે જ વોર રૂમમાંથી અભિનંદનને નિયંત્રણ રેખા પાર કરતા જ પરત ભારત આવી જવાનો સંદેશ મોકલવામાં આવ્યો હતો. પણ પાકિસ્તાનને અભિનંદનના વિમાનનું કમ્યુનિકેશન સિસ્ટમ જ જામ કરી દીધી હતી. જેના કારણે અભિનંદન સુધી આ સંદેશો પહોંચી નહતો શક્યો. વિમાન ક્ષતિગ્રસ્ત થતા તેમને પાકિસ્તાનમાં વિમાનમાંથી કૂદી જવું પડ્યું હતું.

એક અહેવાલ પ્રમાણે મુજબ જો વિંગ કમાન્ડર અભિનંદનના મિગ 21માં એન્ટી જૈમિંગ ટેકનોલોજી હોત તો તેમને આ સંદેશો મળવાની સાથે જ તે ભારત પાછા આવી શક્યા હોત. પણ પાકિસ્તાને ભારતીય વાયુસેનાના આ વિમાનના કમ્યુનિકેશનની સિસ્ટમને જામ કરી દેતા તે મોટી મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યાં પોતાના કબજામાં લઈને પાકિસ્તાને વિંગ કમાંડર અભિનંદનની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું હતું. પરંતુ અભિનંદનને મોદી સરકારે હેમખેમ રીતે છોડાવીને પાછા લાવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં અભિનંદનને જે બહાદૂરી બતાવવા બદલ 15 ઓગસ્ટના રોજ તેમને વીર ચક્રથી સન્માનીત કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન