pakistan-warns-china-if-the-lending-dries
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ડ્રેગન બરાબરનું ભેરવાયું, હવે પાકિસ્તાન લોન માટે ચીનને કરી રહ્યું છે બ્લેકમેલ

ડ્રેગન બરાબરનું ભેરવાયું, હવે પાકિસ્તાન લોન માટે ચીનને કરી રહ્યું છે બ્લેકમેલ

 | 1:05 pm IST

પાકિસ્તાન ભયંકર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. એવામાં પાકિસ્તાનને બસ ચીનનો જ સહારો નજરે પડી રહ્યો છે. આર્થિક સંકટ ટાળવા માટે પાકે ચીનને લોન આપવા ચાલું રાખવા જણાવ્યું છે. સાથે પાકિસ્તાને ચેતવણી પણ આપી છે કે જો બીઝિંગ એવું નહીં કરે તો તેનો દક્ષિણ એશિયામાં 60 અરબ ડૉલરનું રોકાણ ખતરામાં પડી જશે.

એક અંગ્રેજી રિપોર્ટ અનુસાર, પાકિસ્તાના સરકારી અધિકારીઓના હવાલાથી લખ્યું કે, પાકિસ્તાને જૂન 2018ના અંતમાં ચીનથી 4 અરબ ડૉલરની નવી લોન લીધી છે અને તે ઈચ્છે છે કે ચીન તરફથી લોન ચાલું રહે તેના માટે નવા ગતકડાં ચાલું રાખ્યા છે.

ઈસ્લામાબાદના અધિકારીઓએ પોતાના ચીની સમકક્ષોને ચેતવણી આપી છે કે જો લોન આપવાનું બંધ કરી દેશે તો તેનાથી ચીન-પાકિસ્તાન ઈકનોમિક કોરિડૉર (સીપીઈસી)નું ભવિષ્ય ખતરામાં પડી શકે છે. સીપીઈસી ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની મહત્વાકાંક્ષી યોજના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવનો મહત્વપૂર્ણ ભાગ છે.

અધિકારીઓનું કહેવું છે કે જો પાકિસ્તાનને IMFની શરણ લેવા માટે મજબૂર કરવામાં આવ્યું તો તેણે સીપીઈસી પરિયોજનાની ફંડિંગની તમામ જાણકારી સાર્વજનિક કરવી પડશે. એટલે સુધી કે મૂળભૂત ઢાંચાને વિકસિત કરવા માટે પહેલાથી નક્કી કરેલી અમુક યોજનાઓ રદ્દ પણ કરી શકે છે.

પાકિસ્તાનના એક સરકારી અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ચીન સાથે અમારા વિસ્તારની વાતચીત થઈ છે અને અમે અમારી ચિંતા તેમની સાથે શેયર કરી છે. સૌથી મોટો મુદ્દો એ છે કે એક વખત જો અમે IMF કાર્યક્રમમાં ચાલ્યા ગયા તો અમારે તમામ શરતો અને નિયમોની ગોપનીય જાણકારી બતાવવી પડશે, જેના પર ચીન CPECમાં રોકાણ કરવા માટે તૈયાર થયું હતું.