Isn't Funny? Pakistan Will Buy Retired Fighter Jets From Egypt
  • Home
  • Featured
  • ભારતનાં રાફેલ સામે ટક્કર લેવા ઇજિપ્તનાં શરણે પાકિસ્તાન, ભરવા જઇ રહ્યું છે હાસ્યાસ્પદ પગલું

ભારતનાં રાફેલ સામે ટક્કર લેવા ઇજિપ્તનાં શરણે પાકિસ્તાન, ભરવા જઇ રહ્યું છે હાસ્યાસ્પદ પગલું

 | 11:10 pm IST

પાકિસ્તાન મિસ્ત્રથી 36 દસોલ્ટ મિરાજ-V ફાઇટર એરક્રાફ્ટ ખરીદવાની વાતચીત કરી રહ્યું છે. મજેદાર વાત એ છે કે ફ્રાન્સની કંપની ખુદ આ ફાઇટર જેટને બનાવવાનું બંધ કરી ચુકી છે. એટલું જ નહીં ઇજિપ્ત પણ મિરાજ-V જેટને પોતાના એરફોર્સમાંથી રિટાયર કરી ચુક્યુ છે, પરંતુ તેમ છતા પાકિસ્તાન પોતાની વાયુસેના માટે આ વિમાનને ખરીદવા માટે તૈયાર છે.

મિરાજ-V એક એવું જેટ છે ભારતીય વાયુસેનામાં પહેલાથી જ સામેલ મિરાજ-2000ની સામે પણ નથી ટકી શકતુ. મિરાજ-2000 એ જ ફાઇટર જેટ્સ છે જેનાથી ભારતીય વાયુસેનાએ ફેબ્રુઆરી, 2019માં પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરી હતી અને બાલાકોટમાં આવેલા આતંકવાદી કેમ્પોનો ખાત્મો કર્યો હતો.

બીજી તરફ ભારતને જલદી ફ્રાન્સથી પોતાની ક્ષમતાઓમાં સૌથી એડવાન્સ અને ઘણા રોલમાં કામ આવનાર રાફેલ વિમાન મળવાનાં છે. ભારતમાં આવનારા 36 રાફેલ વિમાન ભારતીય વાયુસેનાની શક્તિમાં ઘણો જ વધારો કરશે. આ રાફેલ વિમાનની એક સ્કવૉડ્રનને હરિયાણાનાં અંબાલામાં, તો બીજી સ્ક્વૉડ્રનને પશ્ચિમ બંગાળનાં હાશિમારામાં તૈનાત કરવામાં આવશે. તેમાં બિયોન્ડ વિઝુએલ રેન્જ (BVR) એર-ટૂ-એર મીટિઑર IAF રાફેલ, શૉર્ટ એન્ડ મીડિયમ રેન્જ એર-ટૂ-એર MICA મિસાઇલની ટેકનિક પણ છે. આ ઉપરાંત રાફેલમાં હવાથી જમીન પર પ્રહાર કરનારી SCALP મિસાઇલ પણ હશે.

પાકિસ્તાનની પાસે પહેલાથી જ 91 મિરાજ-V ફાઇટર જેટ અને 87-મિરાજ III ફાઇટર જેટ્સ છે. આ ઉપરાંત તેની પાસે F-16 ફાઇટલ ફાલ્કન જેટ પણ છે, જેમાંથી એક ભારતીય વાયુસેનાનાં મિગ-21 બાઇસન ફાઇટરનાં વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને 27 ફેબ્રુઆરી, 2019નાં તોડી પાડ્યું હતુ. આ ઉપરાંત ભારત પાસે ચેંગુડૂ J-7 અને JF-17 થંડર કૉમ્બેટ જેટ પણ છે.

આ વિડીયો પણ જુઓ: જામનગરમાં ડેમ સાઇટ બન્યો એક પીકનીક પોઇન્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન