Kartarpur: Pakistan Will Charge 20 Dollars From Indian Visitors
  • Home
  • Featured
  • ખુદ પાક. સેના જ ઇમરાન ખાનનાં ઉડાવી રહી છે ધજાગરા, કરતારપુર પર બીજું વચન પણ તોડ્યું

ખુદ પાક. સેના જ ઇમરાન ખાનનાં ઉડાવી રહી છે ધજાગરા, કરતારપુર પર બીજું વચન પણ તોડ્યું

 | 3:33 pm IST

પાકિસ્તાની સેનાએ પોતાના પ્રધાનમંત્રી ઇમરાન ખાનનું બીજુ વચન પણ રદ્દ કરી દીધું છે. પાકિસ્તાન સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે આવતીકાલે એટલે કે 9 નવેમ્બરનાં કરતારપુર કોરિડોર આવનારા ભારતીય શ્રદ્ધાળુઓ પાસેથી તે 20 ડૉલર રૂપિયા વસૂલશે. આ પહેલા ઇમરાન ખાને જાહેરાત કરી હતી કે કરતારપુર કોરિડોરનાં ઉદ્ધાટનનાં અવસર પર ભારતીય શ્રદ્ધાળુઓ પાસેથી 20 ડૉલર નહીં લેવામાં આવે. કરતારપુર સાહેબ માટે યાત્રા શરૂ થવામાં કેટલાક કલાક જ બચ્યા છે, પરંતુ પાકિસ્તાનનાં ષડયંત્રો છે કે ખત્મ નથી થઈ રહ્યા.

ઇમરાનું પહેલું વચન – પાક. આર્મીએ PMની વાત ફગાવી

સૌથી પહેલા પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાને ટ્વિટ કરીને કહ્યું હતુ કે, કરતારપુર સાહેબ દર્શન માટે આવનારા ભારતીય શ્રદ્ધાળુઓને પાસપોર્ટની જરૂરિયાત નહીં રહે, પરંતુ પાકિસ્તાની સેના તરફથી પોતાના જ પીએમની વાતને ફગાવી દીધી. આ સાથે જ પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહ્યું હતુ કે ઉદ્ઘાટન અને ગુરૂ નાનક દેવની 550મી જયંતી પર આવનારા શ્રદ્ધાળુઓ પાસેથી એન્ટ્રી ફીસ નહીં વસૂલવામાં આવે, પરંતુ પાકિસ્તાની સેનાએ ફરી પોતાના પીએમની વાતને ફગાવી દીધી. સેનાએ કહ્યું કે, ઉદ્ઘાટનનાં અવસર પર આવનારા શ્રદ્ધાળુઓ પાસેથી પણ એન્ટ્રી ફીસ વસૂલવામાં આવશે.

પાકિસ્તાનની નિયતથી ભારત પરિચિત 

આ પહેલા પાકિસ્તાનનાં પ્રધાનમંત્રીએ ત્રીજી જાહેરાત કરી હતી કે કરતારપુર સાહેબ દર્શન માટે રજીસ્ટ્રેશનની જાણકારી 10 દિવસ પહેલા પાકિસ્તાનને આપવાની જરૂરી નહીં રહે, પરંતુ તેમની જ સરકારનાં પ્રવક્તાએ ઇમરાન ખાનની વાતોથી વિપરીત નિવેદન આપ્યું. પાકિસ્તાન વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા શાહ ફૈસલે કહ્યું કે, અમને 10 દિવસ પહેલા જાણકારી આપવી પડશે. પાકિસ્તાનની નિયતથી ભારત પરિચિત છે.

આ માટે તેમણે અહીંથી જનારા શ્રદ્ધાળુઓને પહેલેથી જ કહી દીધું હતુ કે ભારત સરકારે ભારતીય શ્રદ્ધાળુઓની લિસ્ટ પાકિસ્તાનને 10 દિવસ પહેલા મોકલવાની રહેશે. ભારતીય શ્રદ્ધાળુઓને માન્ય પાસપોર્ટ પોતાની સાથે રાખવાનો રહેશે અને કરતારપુર સાહેબ દર્શન માટે પાકિસ્તાન સરકારને 20 ડૉલર એટલે કે 1400 રૂપિયાનો સેવા કર આપવો પડશે.

આ વિડીયો પણ જુઓ: જેતપુરના DY.SP જે.એમ.ભરવાડ રાજકોટ એસીબી સમક્ષ હાજર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન