Pakistan will field 7 bowlers to beat India, playing 11 teams announced
  • Home
  • Sports
  • Cricket
  • ભારતને હરાવવા પાકિસ્તાન 7 બોલરો સાથે ઉતરશે મેદાનમાં, પ્લેઈંગ 11 ટીમ કરી જાહેર

ભારતને હરાવવા પાકિસ્તાન 7 બોલરો સાથે ઉતરશે મેદાનમાં, પ્લેઈંગ 11 ટીમ કરી જાહેર

 | 11:57 am IST
  • Share

  • ટી-20 વર્લ્ડકપ માટે પાકિસ્તાને જાહેર કરી પ્લેઈંગ 11 ટીમ
  • ભારતને હરાવવા માટે 7 બોલરો સાથે ઉતરશે મેદાનમાં
  • ટી-20 વર્લ્ડકપમાં ભારત પાકની મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ 

ટી-20 વર્લ્ડકપને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. ટીમ ઇન્ડિયા ટી 20 વર્લ્ડ કપની પ્રથમ મેચની તૈયારીમાં વ્યસ્ત છે. ટીમે 24 ઓક્ટોબરે પાકિસ્તાનનો સામનો કરવાનો છે. આ બંને ટીમોની ટુર્નામેન્ટમાં પ્રથમ મેચ છે. આ મેચ માટે પાકિસ્તાનની પ્લેઇંગ -11 ટીમ જાહેર કરવામાં આવી છે. ટીમ ત્રણ ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. આ સિવાય 4 ઓલરાઉન્ડર રમી શકે છે. એટલે કે કુલ 7 બોલરો મેચમાં રમી શકશે. ટી 20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ ક્યારેય ટીમ ઇન્ડિયાને હરાવી શકી નથી. આવી સ્થિતિમાં કેપ્ટન બાબર આઝમ સહિત સમગ્ર ટીમ ભારતને હરાવવા માટે અવનવા વિચાર કરી રહી છે.

એક ખાનગી ચેનલ પાસેથી મળતી માહિતી મુજબ પાકિસ્તાનની ટીમ મેચમાં વરિષ્ઠ અને અનુભવી ખેલાડીઓ સાથે રમશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રેક્ટિસ મેચમાં બાબરે અડધી સદી ફટકારી હતી. જ્યારે ફખારે 46 રનની આક્રમક ઈનિંગ રમી હતી. સૂત્રએ જણાવ્યું કે શાદાબ ખાન અને ઇમાદ વસીમ ઓલરાઉન્ડર તરીકે રમી શકે છે. વાઇસ કેપ્ટન અને લેગ સ્પિનર ​​શાદાબ ખાને વેસ્ટ ઈન્ડિઝ સામે 2 ઓવરમાં 7 રન આપ્યા હતા. બીજી બાજુ ડાબા હાથના સ્પિનર ​​ઇમાદે 3 ઓવરમાં માત્ર 6 રન આપ્યા અને એક વિકેટ પણ લીધી હતી. શાહીન શાહ આફ્રિદી, હસન હાલી અને હરીસ રઉફ આ ત્રણેય ઝડપી બોલર છે. ત્રણેય ઝડપી બોલરોએ વેસ્ટ ઇન્ડીઝ સામે 2-2 વિકેટ લીધી હતી.

પાકિસ્તાનની પ્લેઇંગ -11ની ટીમ

બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, ફખર ઝમાન, મોહમ્મદ હાફીઝ, શોએબ મલિક, આસિફ અલી, શાદાબ ખાન, ઇમાદ વસીમ, શાહીન શાહ આફ્રિદી, હસન હાલી અને હરીસ રઉફ.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો