પાક. નહીં કરે તો અમેરિકા કરશે આતંકવાદીઓ સામે કાર્યવાહી - Sandesh
  • Home
  • World
  • પાક. નહીં કરે તો અમેરિકા કરશે આતંકવાદીઓ સામે કાર્યવાહી

પાક. નહીં કરે તો અમેરિકા કરશે આતંકવાદીઓ સામે કાર્યવાહી

 | 11:06 am IST

અમેરિકાને મોડેમોડે સત્યતા અને વાસ્તવિકતાનું ભાન થયું છે. ભાનમાં આવેલા અમેરિકાએ ભારતમાં આતંકીઓ દ્વારા સતત ઘૂસણખોરીના પ્રયાસ તેમજ તેમની સામે કાર્યવાહી કરવા મુદ્દે પાકિસ્તાનને આડે હાથ લીધું છે. અમેરિકાએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં ભારતની સર્જિકલ સ્ટ્રાઈકને પણ સમર્થન આપ્યું છે. આ સાથે અમેરિકાએ પાકિસ્તાની આતંકીઓ સામે પોતાની રીતે કાર્યવાહી કરવાના પણ સંકેત આપ્યા છે.

પાકિસ્તાનને અરિસો દેખાડતાં અમેરિકાએ ચેતવણી આપતાં કહ્યું હતું કે પાકિસ્તાન જો આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી નહીં કરે તો અમેરિકાને આ કામ કરવું પડશે. અમેરિકાના ટેરરિઝમ ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સના કાર્યકારી નાયબ સચિવ એડમ જુબેને શનિવારે યોજાયેલા કાર્યક્રમમાં પાકિસ્તાનને આકરી ભાષામાં ચેતવણી આપતાં જણાવ્યું હતું કે અમેરિકા જરૂર પડયે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોના ખાત્મા માટે પોતાની રીતે આકરી કાર્યવાહી કરતાં અચકાશે નહીં.

એડમે જણાવ્યું હતું કે પાકિસ્તાન સરકારની અંદરના કેટલાક તત્વો ખાસ કરીને આઈએસઆઈ આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી ન થાય તેવા પેંતરા અજમાવે છે. જોકે આતકવાદ સામેની કાર્યવાહીમાં પાકિસ્તાન અમેરિકાનું મહત્વનું સાથી રાષ્ટ્ર છે. પાકિસ્તાનની શાળાઓ, બજારો અને મસ્જિદો પણ આતંકવાદી હુમલાથી પીડાય છે. આવા કમનસીબ હુમલા હજુ પણ ચાલુ જ છે. આ પ્રકારના હિંસક હુમલાઓને કારણે પાકિસ્તાન પાછળ રહી ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન