Pakistan Will Not Become A Roadblock in Tapi Project
  • Home
  • Featured
  • ભારત સાથે ગમે તેટલો વધે તણાવ, પરંતુ આ મોટી યોજનામાં રોડું નહીં બને પાકિસ્તાન

ભારત સાથે ગમે તેટલો વધે તણાવ, પરંતુ આ મોટી યોજનામાં રોડું નહીં બને પાકિસ્તાન

 | 7:11 pm IST

પાકિસ્તાને તુર્કમેનિસ્તાનને આશ્વાસન આપ્યું છે કે ભારતની સાથે વધી રહેલા તણાવની ‘તાપી’ ગેસ પાઇપલાઇન પરિયોજના પર અસર નહીં પડે. નવી દિલ્લી અને ઇસ્લામાબાદની વચ્ચે કાશ્મીરને લઇને થયેલા વિવાદની વચ્ચે આ 10 અબજ ડૉલરની પરિયોજનાનાં ભવિષ્ય પર તલાવર લટકી રહી હોય તેવી શંકા સેવવામાં આવી રહી હતી.

તાપી ગેસ પાઇપલાઇનમાં પાકિસ્તાન નહીં બને અડચણ

ત્યારબાદ રવિવારનાં મીડિયાનાં સમાચારોમાં પાકિસ્તાન તરફથી આ જાણકારી આપવામાં આવી. જેનો મતલબ એ છે કે ભારત માટે આ પરિયોજના પૂર્ણ થાય તેમાં પાકિસ્તાન કોઈ મુશ્કેલી પેદા નહીં કરે અને પૂર્ણ થયા બાદ ભારતને આનો કોઈ પણ અડચણ વગર લાભ મળશે. જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પૂર્ણ થયા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે વધેલા તણાવની વચ્ચે કેટલાક પાકિસ્તાની વિશેષજ્ઞોએ તુર્કમેનિસ્તાન- અફઘાનિસ્તાન- પાકિસ્તાન- ભારત (તાપી) ગેસ પાઇપલાઇન અને અન્ય પરિયોજનાઓનાં ભવિષ્ય પર શંકા વ્યક્ત કરી હતી.

એશિયામાં ઊર્જાની ઉણપને પુરી કરવામાં મદદ મળશે

એક સરકારી અધિકારીનાં કહ્યા પ્રમાણે, “પાકિસ્તાને તુર્કમેનિસ્તાનને આશ્વાસન આપ્યું છે કે ભારતની સાથે વધી રહેલા તણાવનો પ્રભાવ આ મોટી યોજના પર નહીં પડે.” તાપી યોજનામાં દક્ષિણ અને મધ્ય એશિયાઈ ક્ષેત્રોને ગેસ પાઇપલાઇનથી જોડવાની યોજના છે, અને આના માધ્યમથી દક્ષિણ એશિયામાં ઊર્જાની ઉણપને પુરી કરવામાં મદદ મળશે. તાપી યોજના અંતર્ગત ગેસ પાઇપલાઇન યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી પસાર થઇને ભારત પહોંચશે આ યોજના ક્ષેત્રમાં આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન આપશે અને શાંતિ તેમજ સ્થિરતા લાવવામાં મદદ કરશે.

આ યોજનામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંને ક્ષેત્રોને રસ્તા, રેલ અને ફાઇબર કેબલ નેટવર્કથી જોડવાની તૈયારી પણ છે. અધિકારીઓએ જણાવ્યું કે તુર્કમેનિસ્તાનમાં નિર્માણ કાર્ય પહેલા જ શરૂ થઇ ગયું છે અને જલદી જ તુર્કમાન-અફઘાન સીમાથી હેરાત ક્ષેત્રમાં આની શરૂ થવાની આશા છે. પાકિસ્તાનમાં વર્ષ 2020નાં પહેલા ત્રિમાસીકગાળાથી નિર્માણ કાર્ય શરૂ થવાની આશા છે.

આ વિડીયો પણ જુઓ: ભારત સાથે પારંપરિક યુદ્ધ થશે તો અમે હારીશું – ઈમરાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન