Pakistan not fight any other country's war: Imran Khan, PM
  • Home
  • Featured
  • પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ટ્રમ્પને આપ્યો સણસણતો જવાબ!

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ટ્રમ્પને આપ્યો સણસણતો જવાબ!

 | 1:33 pm IST

આતંકવાદની વિરૂદ્ધ જંગને લઇ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે આપણે ભવિષ્યમાં બીજા દેશના યુદ્ધને લડીશું નહીં. ઇમરાને કહ્યું કે તેઓ શરૂઆતથી જ યુદ્ધની વિરૂદ્ધ રહ્યા છે અને તેમની સરકારની વિદેશ નીતિ દેશના સર્વોચ્ચ હિતમાં થશે. રક્ષા દિવસના કાર્યક્રમમાં બોલતા સમયે ઇમરાન ખાને આ વાત કહી. આ અવસર પર પાકિસ્તાનના કેટલાંય સાંસદ, ડિપ્લોમેટ્સ, ખેલાડી, અને તમામ કલાકાર હાજર હતા. ઇમરાનના નિવેદનનો અર્થ એ વાત પરથી લગાવાય રહ્યો છે કે પોતાની ધરતી પર પાળતા આવેલા આતંકવાદીઓની વિરૂદ્ધ એકશનમાં હવે પાકિસ્તાન પાછળ હટી શકે છે.

આપને જણાવી દઇએ કે અમેરિકા અને ભારતની તરફથી સતત પાકિસ્તાન પર એ દબાણ બની રહ્યું છે કે તે પોતાની ધરતી પર સક્રિય આતંકવાદીઓની વિરૂદ્ધ કાર્યવાહી કરે. આતંકવાદ સામે જંગને લઇ ઇમરાન ખાને કહ્યું કે હું ઘણા સમયથી આ જંગની વિરૂદ્ધ રહ્યો છું. ભવિષ્યમાં આપણે બીજા કોઇપણ દેશના યુદ્ધનો હિસ્સો બનીશું નહીં. આપણી વિદેશ નીતિ દેશના સર્વોચ્ચ હિતમાં હશે.

‘મદીનાથી મુસ્લિમ રાજ્યના તર્જ પર કરશે વિકાસ’
ઇમરાન ખાને કહ્યું કે આપણે હ્યુમન કેપિટલ પર રોકાણ કરવાનું કામ કરીશું. નવા બનેલા પીએમે કહ્યું કે બાળકોને સ્કૂલ મોકલવા, હોસ્પિટલ તૈયાર રકવી અને મેરિટ સિસ્ટમ બનાવીને આપણે તમામની સાથે એક સમાન વ્યવહાર સુનિશ્ચિત કરીશું. તેમણે કહ્યું કે આ મદીનાના પહેલાં મુસ્લિમ રાજ્યના તર્જ પર કરાશે. સેના અને સરકારની વચ્ચે મતભેદોના પ્રશ્નો પર ઇમરાને કહ્યું કે દેશના હિતોને લઇ આપણે એક જ રાહ પર છીએ.

બાજવા બોલ્યા 1965 અને 1971ની જંગમાંથી ઘણું બધું શીખ્યા
સેનાના કામકાજના વખાણ કરતાં ઇમરાને કહ્યું કે આ એકમાત્ર એવી સંસ્થા છે જેમાં કોઇ રાજકીય દખલ નથી અને બધું જ મેરિટના આધાર પર થાય છે. આ કાર્યક્રમમાં પાક સેના ચીફ જનરલ જાવેદ બાજવા એ કહ્યું કે અમે 1965 અને 1971ની જંગથી ઘણું બધુ શીખ્યા છીએ અને પોતાની રક્ષા માટે પરમાણુ હથિયારો વિકસિત કર્યા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને આતંકવાદની વિરૂદ્ધ જંગની મોટી કિંમત ચૂકવી છે.