દિલ્હીમાં અડધી રાત્રે ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લાગ્યા, પોલીસ થઇ દોડતી, ખૂલ્યું આ રહસ્ય!

દિલ્હી (Delhi)માં ગણતંત્ર દિવસ (Republic Day)ના ગણતરીના કલાકો પહેલાં પાકિસ્તાન (Pakistan) જિંદાબાદના નારા લાગ્યા છે. નવી દિલ્હીના ખાન માર્કેટ મેટ્રો સ્ટેશનની બહાર પાકિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા છે. તેની માહિતી બાદથી જ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે અને પોલીસ એલર્ટ મોડ પર આવી ગઇ છે. માહિતી મળતા જ પોલીસ (Police)ની પીસીઆર સ્થળ પર પહોંચી ગઅ અને તપાસ શરૂ કરી દીધી. ત્યારબાદ પોલીસના વરિષ્ઠ અધિકારી અને બીજી તપાસ એજન્સીઓ પણ સ્થળ પર પહોંચી ગઇ છે. શનિવાર અને રવિવારની રાત્રે આ નારો લાગ્યાની વાત કહેવાઇ છે.
સૂત્રોચ્ચાર કરવાના આરોપમાં પોલીસે યુવક-યુવતીઓની ધરપકડ કરી લીધી છે અને કેસની પૂછપરચ્છ કરાય રહી છે. આ કેસમાં ટૂંક સમયમાં જ મોટો ખુલાસો પોલીસ કરી શકે છે. શરૂઆતની મળતી માહિતી પ્રમાણે પીએસ તુગલક રોડમાં રાત્રે અંદાજે 1 વાગ્યે એક પીસીઆર કોલ પ્રાપ્ત થયો કે કેટલાંક લોકો પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતા ખાન બજાર મેટ્રો સ્ટેશનની પાસે સંભળાયો છે. ત્યારબાદ પોલીસ હરકતમાં આવી ગઇ.
બાઇક પર આવ્યા હતા યુવાનો, ખૂલ્યું આ રહસ્ય!
મળતી માહિતી પ્રમાણે તપાસ અધિકારી સ્થળ પર પહોંચ્યા અને જોયું કે 2 પુરુષ, 3 મહિલા એન એક કિશોરી વાદળી રંગના બાઇક પર સ્થળ પર હાજર હતા. પૂછવા પર ખબર પડી કે આ બંને પરિવાર પોતાના બાળકોની સાથે ઇન્ડિયાગેટની આસપાસ ફરવા આવ્યા હતા. આ દરમ્યાન તેમણે ઉત્સાહમાં ધીમા અવાજમાં જ પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા. કેસને પોલીસે ગંભીરતાથી લીધો છે અને બધાની પૂછપરચ્છ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ કેસમાં પોલીસ સત્તાવાર પુષ્ટિની સાથે માહિતી શેર કરી શકે છે.
આ વીડિયો પણ જુઓ : સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પેહલા શરૂ થયો વિવાદ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન