Pakistani actress Mehwish Hayat runs into Nick Jonas during US Open
  • Home
  • Entertainment
  • Bollywood
  • પ્રિયંકાની આબરૂનાં લીરેલીરા ઉડાડનાર પાકિસ્તાની અભિનેત્રી નિક જોનાસને ચીપકી ગઈ!

પ્રિયંકાની આબરૂનાં લીરેલીરા ઉડાડનાર પાકિસ્તાની અભિનેત્રી નિક જોનાસને ચીપકી ગઈ!

 | 3:32 pm IST

થોયા સમય પહેલા એક સમાચાર મળ્યા હતા કે વિદેશની એક યુવતીએ પ્રિયંકાની આબરૂના ધજાગરા કર્યા હતા. દેશી ગર્લના કવર ફોટોવાળું મેગેજીન તે યુવતીએ એક કચરાના ડબ્બામાં ફેંકી દીધું અને વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો એ પાકિસ્તાનની અભિનેત્રી હતી. પાકિસ્તાની એક્ટ્રેસ મેહવિશ હયાતે થોડા સમય પહેલા પ્રિયંકા ચોપડા સહિત કેટલાક બૉલીવુડ સેલેબ્સને અલગ-અલગ કારણોથી ટ્રોલ કર્યા હતા.

એ પણ વાત છે કે મેહવિશે હવે પોતે જણાવ્યું કે તેઓ પ્રિયંકાના પતિ નિક જોનાસની મોટી ફૅન છે. હાલમાં જ એમણે નિકની સાથે એક ફોટો પણ શૅર કર્યો છે જે ઘણો વાયરલ થઈ રહ્યો છે. મેહવિશે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર નિકની સાથે ફોટો શૅર કર્યો છે.

બન્યું એવું કે મેહવિશ હાલમાં જ યૂએસ ઑપન મૅચ જોવા પહોંચી હતી. ત્યાં એમણે નિકને જોઈ તેને મળવા માટે દોડી પડી. આ પૂરી વાર્તા એક્ટ્રેસે પોતાના પોસ્ટમાં જણાવી છે. એક્ટ્રેસે લખ્યું કે, અંદાજો લગાવો કે ન્યૂયૉર્કમાં યૂએસ ઑપનના સેમી ફાઈનલમાં હું કોને મળવા માટે ભાગી? એક વાત પર અમે બન્ને એગ્રી કરશું કે અમે બન્ને રાફેલ નડાલ માટે ચીયર કરી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા મેહવિશે બે પાડોશીની વચ્ચે યુદ્ધને પ્રોત્સાહિત કરવા પ્રિયંકાના ફોટો સાથે અજીબ હરકત કરી હતી. એવામાં હવે પ્રિયંકાના પતિની સાથે ફોટો શૅર કરવા પર એને ટ્રોલ કરવામાં આવી રહી છે. કોઈ પ્રિયંકાને પતિનું ધ્યાન રાખવા માટે રહે છે તો કોઈ વળી નિક પર કોમેન્ટ કરી રહ્યું છે.

આ વીડિયો પણ જુઓ: સુરતના લસકાણામાં એક યુવક તણાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન