ભારત સાથેની દુશ્મની વચ્ચે પાકિસ્તાને કર્યું એવું કામ કે દુનિયાભરમાં થઈ રહી છે વાહ વાહ

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંબંધો તેની ચરમસીમાએ છે. પાકિસ્તાન દુનિયામાં ભારતને વખોડવાની એક પણ તક જતી કરતુ નથી. પરંતુ તાજેતરમાં જ પાકિસ્તાને ભારતીય વિમાનને બચાવી લીધું હતું જેની સૌકોઈ પ્રશંસા કરી રહ્યું છે.
150 મુસાફરો સાથે જયપુરથી મસ્કત જઈ રહેલુ એક ભારતીય વિમાન પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં ખરાબ હવામાન વચ્ચે બરાબરનું ફસાઈ ગયું હતું. પ્લેન પર આકાશમાંથી વિજળી ત્રાટકી હતી અને તે અચાનક જ 2 હજાર ફૂટ નીચે આવી ગયું હતું. પાયલટે મદદ માટે તુરંત નજીકના એક ટ્રાફિક કંટ્રોલરને જાણ કરતા અચાનક જ પાકિસ્તાન એર ટ્રાફિક કંટ્રોલ સક્રિય બન્યું હતું અને તેને વિમાનને અકસ્માતનો ભોગ બનતા બચાવી લીધું હતું.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવગ્રસ્ત સંબંધોની વચ્ચે ગુરુવારે પાકિસ્તાને એક માનવતાનું કામ કર્યું. ગુરુવારે કાંઇ એવું થયું , જેના ચારેબાજુ વખાણ થઇ રહ્યા છે. વાસ્તવમાં 150 યાત્રીઓને લઇ જયપુરથી મસ્કત જઈ રહેલું ભારતીય વિમાન પાકિસ્તાની એર સ્પેસમાં ખરાબ હવામાનમાં ફસાઇ ગયું. તેના પર આકાશમાંથી વીજળી ત્રાટકતા તે અચાનક 36000 ફૂટની ઊચાઇએથી 34000 ફૂટની ઊંચાઇએ આવી ગયું. તેથી પાઇલટે તાકિદે તમામ નજીકના એર કન્ટ્રોલરોને એલર્ટ મેસેજ મોકલી દીધા. ભારતીય વિમાનને ખતરામાં જોઇ તુરત જ પાકિસ્તાની એર ટ્રાફિક કન્ટ્રોલર (એટીસી) હરકતમાં આવી ગયું અને તેને દુર્ઘટનામાંથી ઉગારી લીધું. એટીસીએ ભારતીય વિમાનને ત્યાં સુધી માર્ગ દેખાડ્યો જ્યાં સુધી તે પાક. હવાઇ સીમામાંથી સુરક્ષિત બહાર નીકળી ન ગયું.
પુલવામાં હુમલા બાદ ભારત સાથે તણાવ વધતા પાકિસ્તાને 26 ફેબ્રુઆરીથી પોતાનું એર સ્પેસ ભારતીય વિમાનો માટે બંધ કરી દીધું હતું અને 6 મહિના પછી 16 જુલાઇએ ફરી ખોલ્યું હતું. પાકિસ્તાને -કાશ્મીરમાં 370 કલમ હટાવાને કારણે ગત મહિને પીએમ મોદીના વિશેષ વિમાનને પોતાના હવાઇ ક્ષેત્રનો ઉપયોગ કરવા દેવાની મંજૂરી આપી નહતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન