Pakistani Banking System Is Worst During Imran Khan Government
  • Home
  • Business
  • ઇમરાન ખાન સરકારને મળ્યો વધુ એક જબરદસ્ત ઝાટકો, બેંકોની સ્થિતિ કફોડી

ઇમરાન ખાન સરકારને મળ્યો વધુ એક જબરદસ્ત ઝાટકો, બેંકોની સ્થિતિ કફોડી

 | 5:27 pm IST

પાકિસ્તાનમાં સતત વધતા બૈડ લોન (ફસાયેલું કરજ) અને તેનાથી વધતા નોન પર્ફોર્મિંગ એસેટ (NPAs) ત્યાં ઘણી ચર્ચા અને વિવાદનો વિષય બની ગયો છે. પાકિસ્તાનનાં કેન્દ્રિય બેંક સ્ટેટ બેંક ઑફ પાકિસ્તાન (SBP) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે વર્ષ 2018-19 દરમિયાન ત્યાંની બેંકોનાં એનપીએ વધીને કુલ લોનનાં 23 ટકા સુધી પહોંચી ચુક્યું છે.

બેંકોનો એનપીએ વધીને લોનનાં 23.2 ટકાએ પહોંચ્યો

અર્થવ્યવસ્થામાં મંદી, આર્થિક દશા ખરાબ થવા અને કૉર્પોરેટની પાસે રોકડ પ્રવાહ સીમિત હોવાના કારણે બેંકોનું એનપીએ વધતુ જઇ રહ્યું છે. અર્થવ્યવસ્થાની ખરાબ હાલતનાં કારણે પહેલાથી જ ચિંતિત ચાલી રહેલી ઇમરાન ખાન સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે. સ્ટેટ બેંક ઑફ પાકિસ્તાને કહ્યું કે, ‘આ વર્ષે જૂન સુધી બેંકોનો એનપીએ વધીને લોનનાં 23.2 ટકા એટલે કે 76,800 કરોડ રૂપિયા સુધી પહોંચી ચુક્યો છે. આના પાછળ નાણાંકીય વર્ષમાં બેંકોનો એનપીએ 62,360 કરોડ રૂપિયા હતો.’

એનર્જી, શુગર સેક્ટરમાં ચિંતા વધી રહી છે

પાકિસ્તાની સમાચાર પત્ર ડોન અનુસાર, એનર્જી અને શુગર સેક્ટરમાં ફસાયેલી લોનનાં કારણે બેંકોનો એનપીએ વધી રહ્યો છે. એનપીએ વધવામાં લગભગ 50 ટકા ફાળો આ બે સેક્ટરનો છે. આંકડાઓથી જાણવા મળે છે કે પાકિસ્તાનનું બેંકિંગ સેક્ટર ઘણા ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને એનર્જી, શુગર સેક્ટરમાં ચિંતા વધી રહી છે. ખાસકરીને આ સેક્ટરની પબ્લિક સેક્ટરની કંપનીઓમાં મુશ્કેલી વધી રહી છે.

ડિપ્યૂટી ગવર્નર જમીલ અહમદનાં નેતૃત્વમાં SBPની ટીમે પાકિસ્તાની સીનેટની નાણાંકીય તેમજ મહેસૂલની સ્થાયી સમિતિને જણાવ્યું કે, “એનપીએમાં આ વધારો ઘણી હદ સુધી એનર્જી અને શુગર સેક્ટરનાં કારણથી છે અને તેની ભાગેદારી 50 ટકા સુધી છે.”

આ વિડીયો પણ જુઓ: 3 મહિનામાં નિત્યાનંદ આશ્રમ ખાલી કરવા DPS સ્કૂલે આપી સૂચના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન