કચ્છમાં પકડાઈ પાકિસ્તાની બોટ, 8 પાક. નાગરિકો પણ ઝડપાયા - Sandesh
  • Home
  • Bhuj
  • કચ્છમાં પકડાઈ પાકિસ્તાની બોટ, 8 પાક. નાગરિકો પણ ઝડપાયા

કચ્છમાં પકડાઈ પાકિસ્તાની બોટ, 8 પાક. નાગરિકો પણ ઝડપાયા

 | 2:49 pm IST

ઉરી હુમલો અને ત્યાર બાદ ભારતની સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ ઉભી થઈ છે. ગુજરાતના દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. ત્યારે આજે કચ્છના સરક્રીક પાસેથી બીએસએફને 8 પાકિસ્તાની નાગરિકો સાથેની બોટ ઝડપાઈ છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલા જ કોસ્ટગાર્ડે પાકિસ્તાની બોટ પકડી પાડી હતી, જેમાં 9 પાકિસ્તાનીઓ ઝડપાયા હતા.

pakistani boat caught from kutch

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છના સરક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. BSF દ્વારા આ બોટમાં સવાર 8 પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી છે. BSF દ્વારા તમામ પાકિસ્તાનીઓની પૂછપરછ શરૂ કરાઈ છે. જોકે, IBએ 2 બોટ કરાંચીથી નીકળી હોવાના ઈનપુટ આપ્યા હતા.

ત્રણ દિવસ અગાઉ જ પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી
ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ અગાઉ 2 ઓક્ટોબરના રોજ કોસ્ટગાર્ડે અરબી સમુદ્રમાં ભારતીય સીમામાં સમુદ્ર પાવક નામની પાકિસ્તાની બોટ પકડી હતી. આ બોટમાં 9 પાકિસ્તાનીઓ સવાર હતા. સવારે 10:15 વાગ્યે પાકિસ્તાની બોટને કોસ્ટગાર્ડે ઝડપી લીધી હતી, જે ભારતીય સીમામાં દેખા દીધી હતી. પોરબંદરના દરિયામાંથી પકડાયેલી પાકિસ્તાની બોટને પોરબંદર લાવ્યા બાદ સંદિગ્ધ માછીમારોને નવી બંદર કોસ્ટલ પોલીસ ચોકી ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની વધુ પૂછપરછ કર્યા બાદ પોરબંદર મરીન પોલીસ તેમની વિરૂદ્ધ મેરીટાઈમ ઝોન્સ એક્ટની વિવિધ સેક્શન અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે તેવુ જાણવા મળ્યું છે.

તાજેતરની પરિસ્‍થિતિને અનુલક્ષીને પોરબંદર જિલ્લો મોટો દરિયાકાંઠો ધરાવતો હોવાથી હાલ કાશ્‍મીરના ઉરી હુમલા બાદ સર્જીકલ સ્‍ટ્રાઇક અનુસંધાને એલર્ટ રહેવું જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.