Pakistani Commando Ahmad Khan Behind Capture Of Abhinandan, Killed
  • Home
  • Featured
  • ભારતીય સેનાએ બદલો વાળ્યો, અભિનંદનને પકડી હેરાન કરનારા પાક. કમાંડોને ફૂંકી માર્યો

ભારતીય સેનાએ બદલો વાળ્યો, અભિનંદનને પકડી હેરાન કરનારા પાક. કમાંડોને ફૂંકી માર્યો

 | 8:41 pm IST

ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદનને પકડનારા પાકિસ્તાની સેનાના કમાંડોને ભારતીય સુરક્ષાબળોએ ઠાર માર્ય છે. એલઓસી પર પાકિસ્તાની સેનાએ કરેલા સીઝફાયરના ઉલ્લંઘનનો ભારતીય સેનાએ પણ જોરદાર જવાબ આપ્યો હતો. જેમાં આ કમાંડોનું મોત થયું હતું.

અહેવાલ પ્રમાણે પાકિસ્તાની સૈન્યના સ્પેશિયલ સર્વિસ ગ્રુપમાં શામેલ સુબેદાર અહમદ ખાને અભિનંદનને અટકાયતમાં લીધા હતાં અને તેમની હેરાનગતિ કરી હતી. અભિનંદન પાકિસ્તાની યુદ્ધ વિમાનનો પીછો કરવા જતા સરહદ ઓળંગી ગયા હતાં.

ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં ઘુસીને પુલામા હુમલાનો બદલો લીધો હતો. તેના બીજા જ દિવસે પાકિસ્તાનના યુદ્ધ વિમાનો ભારતની સરહદમાં ધસી આવ્યા હતાં. જેમને ખડેદવા વિંગ કમાંડર અભિનંદન મિગ-21 નામનું યુદ્ધ વિમાન લઈને જતા સરહદ ઓળંગી ગયા હતાં. આ દરમિયાન પાકિસ્તાની સૈન્યએ તેમને અટકાયતમાં લીધા હતાં.

અહેવાલ પ્રમાણે સુબેદ્દાર અહમદ ખાન પણ અભિનંદનની ધરપકડ કરનારી ટીમમાં શામેલ હતો. તેણે અભિનંદનને ટોર્ચર કર્યા હતાં. પરંતુ ભારતીય સેનાએ એલઓસીના નકીયાલ સેક્ટરમાં 17 ઓગષ્ટે કરેલા ગોળીબારમાં અહમદ ખાનને ફૂંકી માર્યો હતો. પાકિસ્તાની સૈન્યએ આતંકીઓને ભારતીય સરહદમાં ઘુસાડવામાં મદદ પુરી પાડ્વા સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું, જેનો જવાબ આપતા પાકિસ્તાની જવાન ઠાર મરાયો હતો.

ઉલ્લેખનીય છે કે, 27મી ફેબ્રુઆરીએ જ્યારે અભિનંદનને પકડવામાં આવ્યા હોવાના ફટા જાહેર કરવામાં આવ્યા હતાં, તેમાં દાઠીવાળો પાકિસ્તાની સૈનિક અહમદ ખાનને ભારતીય પાયલટ અભિનંદનની પાછળ ઉભેલો જોવા મળે છે. તેનો ભારતીય સેનાએ ખાતમો બોલાવીને અભિનંદનને કરેલા ટોર્ચરનો બદલો વાળી લીધો હતો.  

આ વીડિયો પણ જુઓ : રાજધાની દિલ્હી પર પૂરનો ખતરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન