Pakistani -cricketer-shahid-afridi-became-father-of-5th-daughter-good news--social-media
  • Home
  • Sports
  • Cricket
  • 4 છોકરીઓ બાદ 45 વર્ષનો પાક. ક્રિકેટર 5મી વાર પિતા બન્યો, લોકોએ લાલચોળ થઇ કહ્યું છોકરાની ઘેલછામાં…

4 છોકરીઓ બાદ 45 વર્ષનો પાક. ક્રિકેટર 5મી વાર પિતા બન્યો, લોકોએ લાલચોળ થઇ કહ્યું છોકરાની ઘેલછામાં…

 | 2:51 pm IST

પાકિસ્તાન ક્રિકેટ ટીમના બેટ્સમેન શાહિદ અફરીદિના ઘરે પાંચમી વખત ખુશખબરી આવી છે. ચાર પુત્રીઓના પિચા અફરીદી પાંચમી વખત પિતા બન્યો છે. 45 વર્ષના અફરીદીએ સોશિયલ મીડિયા પર એક ખાસ તસવીર શેર કરી ફેન્સ સાથે શુક્રવારે આ ખુશખબરી આપી છે. અફરીદી પાંચમી વખત પણ છોકરીનો પિતા બન્યા છે.

શાહિદ અફરીદીએ સોશિયલ મીડિયા પર તેની પાંચ પુત્રીઓની સાથે તસવીર શેર કરી છે. અફરીદીએ કેપ્શનમાં લખ્યું છે કે ઇશ્વરની અસીમ આશીર્વાદ અને દયા મારી પર યથાવત રહે. મારી પહેલાથી ચાર અદ્દભૂત પુત્રી પહેલાથી જ છે. અને એક આવવાથી પાંચ થઇ ગઇ. તમારી સાથે આ ગૂડ ન્યુઝ શેર કરી રહ્યો છું.

જેવી શાહિદે પિતા બનવાની આ તસવીર શેર કરી લોકોની કોમેન્ટ આવી રહી છે. કેટલાક લોકોએ કહ્યું કે પુત્રની ઇચ્છાને લઇને શાહિદ આવું કરી રહ્યો છે. જ્યારે ભારતીય ફેન્સે પણ તેની પોસ્ટ પર કોમેન્ટ કરી છે.

શાહિદ અફરીદીને એક કટ્ટર ઇસ્લામિક વ્યક્તિ માનવામાં આવે છે. થોડાક દિવસ પહેલા ખબર આવી હતી કે તેણે તેના ઘરનું ટીવી તોડી દીધું હતું. જેનું કારણ હતું તેની પુત્રી ટીવી પર હિન્દી સીરિયલ જોઇ આરતી જેવું કરવા લાગી હતી. જે બાદ તેને ગુસ્સામાં ટીવી ફોડી નાખ્યું હતું. જ્યારે શાહીદ કહી ચૂક્યો છે કે તે તેની પુત્રીઓને ઘરની બહાર રમવાની અનુમતિ આપતો નથી.

આ પણ જુઓ : CM જવાબ આપવાથી કેમ ભાગી રહ્યા છે – બાંભણિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન