Pakistani Delegation miss 2 Day Military medicine conference
  • Home
  • Featured
  • પાકિસ્તાનના અધિકારીઓ ખવધરા, SCOની બેઠકમાં ના આવ્યા ને ડિનર ઝાપટવા આવી ગયા

પાકિસ્તાનના અધિકારીઓ ખવધરા, SCOની બેઠકમાં ના આવ્યા ને ડિનર ઝાપટવા આવી ગયા

 | 9:44 pm IST

શાંઘાઈ કોઓપરેશન સંગઠન (SCO) દ્વારા દિલ્હીમાં આયોજીત બે દિવસીય મિલિટરે મેડિસિન કોન્ફરન્સમાંથી પાકિસ્તાનના અધિકારીઓ ગાયબ રહ્યાં હતાં, પરંતુ તેઓ ડિનર શરૂ થતા જ આવી પહોંચ્યા હતાં.

મહત્વની વાત તો એ હતી કે આ ડિનરમાં ભાગ લેવા પાકિસ્તાની દૂતાવાસના હવાઈ સલાહકાર પણ આવી પહોંચ્યા હતાં. પાકિસ્તાની અધિકારીઓની આ હરકતાના કારણે તેમની ભારે ફજેતી થઈ રહી છે.

ભારતની રાજધાની દિલ્હીમાં શાંઘાઈ કોઓપરેશન સંગઠન (SCO)એ બે દિવસ માટે મિલિટરી મેડિસિન કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાંથી પાકિસ્તાને અળગા રહેવાનો નિર્ણય લીધો હતો. આ કોન્ફરન્સમાંથી અળગા રહેલા પાકિસ્તાનના અધિકારી ડિનર શરૂ થતાની સાથે જ ટપકી પડ્યા હતાં. ખુદ પાકિસ્તાની દૂતાવાસના હવાઈ સલાહકાર જ ડિનર લેવા આવી પહોંચ્યા હતાં. જેને લઈને પાકિસ્તાની અધિકારીઓની ભારે ફજેતી થઈ રહી છે. 

આ મામલે પાકિસ્તાનના રક્ષા અધિકારીઓએ કહ્યું હતું કે, પાકિસ્તાન એસસીઓનું સભ્ય છે તેથી તેને આ કાર્યક્રમમાં હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાજનૈતિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે સમ્મેલનના ગુરૂવારે પહેલા દિવસે શામેલ ના થયા બાદ પાકિસ્તાને તેના બે પ્રતિનિધિઓને ભોજન માટે મોકલી આપ્યા હતાં. પાકિસ્તાની પ્રતિનિધિઓ આવ્યા તો ખરા પણ તેઓ બેઠકમાં શામેલ થયા નહોતા ને સીધા જમવા માટે જ પધાર્યા હતાં. જેને લઈને તેમની દુનિયાભરમાં ફજેતી થઈ છે.

દિલ્હીના માનેકશૉ સેંટરમાં આયોજીત બે દિવસીય આ સમ્મેલનમાં 27 દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં. પરંતુ પાકિસ્તાનના પ્રતિનિધિમંડળની ત્રણ ખુરશીઓ ખાલી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન