Pakistani delivery boy person teasing Indian Girl in Dubai
  • Home
  • Featured
  • દુબઇ: 12 વર્ષની ભારતીય બાળકી સાથે પાકિસ્તાની શખ્સે મર્યાદા ઓળંગી, લીફ્ટમાં કર્યું ન કરવાનું કામ

દુબઇ: 12 વર્ષની ભારતીય બાળકી સાથે પાકિસ્તાની શખ્સે મર્યાદા ઓળંગી, લીફ્ટમાં કર્યું ન કરવાનું કામ

 | 10:38 am IST

દુબઈથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યાં એક પાકિસ્તાની નાગરિકે ભારતીય બાળકી સાથે અડપલા કર્યા અને અયોગ્ય રીતે અડવાની કાશિશ કરી. આ મામલે હવે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દુબઈની એક સામાચાર એજન્સી મુજબ 35 વર્ષનો એક પાકિસ્તાની નાગરિક જે ત્યાં ‘ડિલિવરી બોય’ તરીકે કામ કરતો હતો. 16 જૂને એક બિલ્ડિંગમાં પાર્સલ પહોંચાડવા ગયો હતો. આ દરમિયાન બિલ્ડિંગની લિફ્ટમાં 12 વર્ષની એક ભારતીય બાળકી સાથે તેને અડપલા કર્યા. આ ઘટના બાદ અલ સફા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે પાકિસ્તાની નાગરિકે દુબઈ કોર્ટ ઓફ ફર્સ્ટ ઇન્સ્ટેન્સમાં લગાવેલા આરોપોથી ઇન્કાર કર્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ 34 વર્ષની એક ભારતીય મહિલાએ જણાવ્યું કે બાળકી તેના ઘર અભ્યાસ કરવા માટે આવી હતી. પરંતુ એક આગળ ભૂલી જતા તે પરત તેના ઘરે ગઈ હતી. વાપસી સમય જ્યારે તે ઘરે આવી તો ઘણી ડરેલી હતી અને રડી રહી હતી. ત્યાર બાદ મહિલાના પૂછવા પર બાળકીએ સંપૂર્ણ ઘટના વિશે જણાવ્યું. પછી મહિલાએ CCTV ફુટેજ ચેક કર્યા જેમાં દેખાઈ રહ્યું છે કે એક ડિલિવરી બોય પાંચમાં માળે પાર્સલ પહોંચાડ્વા વગર માર્ગ બદલીને બાળકીનો પીછો કરી રહ્યો હતો. સ્થાનિક પોલીસે આ મામલે વધુ તપાસ કરી રહી છે.

આ વીડિયો પણ જુઓ: પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન