Pakistani Destroyed Tree Plants, Says It Is Against Islam
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઇમરાન ખાનના પાકિસ્તાનની દુનિયામાં થઈ રહી છે થૂં થૂં, પાકિસ્તાનીઓએ મૂર્ખતાની વટાવી હદ

ઇમરાન ખાનના પાકિસ્તાનની દુનિયામાં થઈ રહી છે થૂં થૂં, પાકિસ્તાનીઓએ મૂર્ખતાની વટાવી હદ

 | 7:45 pm IST

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને રવિવારના દેશમાં સૌથી મોટા વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત કરી. જોકે સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો વૃક્ષો ઉખાડીને ફેંકી રહ્યા છે અને આને ઇસ્લામ સાથે જોડી રહ્યા છે. પર્યાવરણવિદ એરિક સોલહેમે આ વિડીયોને ટ્વિટર પર શેર કરતા લખ્યું છે કે, ‘પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આ અઠવાડિયે મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ અભિયાનની પહેલ કરી, પરંતુ કેટલાક કટ્ટરપંથીઓએ ઇમરાન ખાનના પ્રયત્નો પર પાણી ફેરવી દીધું અને કહ્યું કે આ ઇસ્લામની વિરુદ્ધ છે. ગાંડપણની હદ! તમામ ધર્મ પ્રકૃતિની રક્ષા કરવા માટે કહે છે.’

રોપેલા છોડવાઓ ઉખાડીને ફેંકી દીધા

આ વિડીયો અત્યાર સુધી એક લાખવાર જોવામાં આવ્યો છે. આ વિડીયો પાકિસ્તાનના ખૈબર મંડી ખાસ જિલ્લાનો છે. વિડીયોમાં ભીડ રોપવામાં આવેલા છોડવાઓને ઉખાડીને ફેંકી રહી છે. પાકિસ્તાનની એક ચેનલના પ્રમાણે, કેટલાક લોકો એ કારણે પણ સરકારની આ પહેલનો વિરોધ કરી રહ્યા છે કારણ કે જમીનની માલિકીના હકનો વિવાદ હતો.

ઇમરાન ખાને વ્યાપક સ્તર પર વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું

સમા ટીવીના રિપોર્ટ્સ પ્રમાણે, વહીવટી તંત્ર તરફથી લગાવવામાં આવેલા લગભગ 6 હજાર નવા છોડવાઓને લોકોએ ઉખાડીને ફેંકી દીધા. ખૈબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી મહમૂદ ખાને આ મામલે માહિતી લીધી અને દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને વ્યાપક સ્તર પર વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું હતુ.

એક દિવસમાં જ 35 કરોડ વૃક્ષ લગાવવામાં આવ્યા

આ અભિયાન શરૂ થયા બાદ એક દિવસમાં જ 35 કરોડ વૃક્ષ લગાવવામાં આવ્યા. ઇમરાન ખાને આ અભિયાનની શરૂઆત કરતા કહ્યું હતુ કે, “પાકિસ્તાન જળવાયુ પરિવર્તનથી પ્રભાવિત 10 સૌથી ખરાબ દેશોમાં સામેલ છે. આપણે આજે 35 કરોડ વૃક્ષો લગાવ્યા છે એ એક શરૂઆત છે. આ એક ચાલું રહેનારી લડાઈ છે. આ યુદ્ધ આપણે આપણા માટે નથી લડી રહ્યા. આપણે આવનારી પેઢીઓ માટે બધું જ કરી રહ્યા છીએ.”

આ વિડીયો પણ જુઓ: શ્રેય હોસ્પિટલ મામલે તંત્રનું ભેદી મૌન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન