Pakistani Dossier In UNHRC Shows Quotes By Rahul and Abdullah
  • Home
  • Featured
  • રાહુલ ગાંધી- ઓમર અબ્દુલ્લાના નિવેદનો ભારતને જ ભારે પડ્યાં, પાકે. પહેલા જ પાને ટાંક્યા

રાહુલ ગાંધી- ઓમર અબ્દુલ્લાના નિવેદનો ભારતને જ ભારે પડ્યાં, પાકે. પહેલા જ પાને ટાંક્યા

 | 4:18 pm IST

ભારત પર કથિત માનવાધિકારનું ઉલ્લંઘનનો આરોપ લગાવી રહેલા પાકિસ્તાને 115 પાનાનો દસ્તાવેજ તૈયાર કર્યો છે. UMHRCમાં પાકિસ્તાન તરફથી રજુ કરવામાં આવેલા દસ્તાવેજોમાં રાહુલ ગાંધી અને ઓમર અબ્દુલ્લાના નિવેદનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાની માધ્યમોના જણાવ્યા પ્રમાણે આ દસ્તાવેજના પહેલા જ પાને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના પૂર મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના નિવેદનનો હવાલો આપવામાં આવ્યો છે.

પાકિસ્તાની મીડિયામાં રાહુલ-ઓમરના નિવેદનનો ઉલ્લેખ

UMHRCમાં પાકિસ્તાને ભારત વિરૂદ્ધ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી છે. પાકિસ્તાનના અધિકારીઓ તરફથી 115 પાનાના દસ્તાવેજ સોંપવામાં આવ્યા છે જેમાં રાહુલ ગાંધી અને ઓમર અબ્દુલ્લાના નિવેદનનો પણ ઉલ્લેખ છે. અહેવાલો અનુંસાર આર્ટિકલ 370 હટાવવાના સરકારના નિર્ણય વિરૂદ્ધ રાહુલ ગાંધીના નિવેદનોને દસ્તાવેજના પહેલા જ પાને ટાંકવામાં આવ્યા છે. તેવી જ રીતે કાશ્મીરમાં સૈન્ય બળોના પ્રયોગને લઈને અબ્દુલ્લા દ્વારા આપવામાં આવેલા નિવેદનોને પાકિસ્તાને પોતાના દસ્તાવેજોમાં શામેલ કર્યા છે.

ભારત અને પાકિસ્તાન બંને માટે કુટનૈતિક પડકાર

જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિને લઈને UNHRCમાં ભારત અને પાકિસ્તાન એક-બીજાના તર્કોને ફગાવવાનો પ્રયાસ કરશે. અહેવાલ અનુંસાર પાકિસ્તાને 115 પાનના પોતાના જવાબ વડે ભારતને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં કથિત માનવાધિકારના ઉલ્લંઘન પર ભારત વિરૂદ્ધ પ્રસ્તાવ લાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના ભાર સરકારના આંતરીક મામલાને પાકિસ્તાન UNHRCમાં પ્રદેશમાં માનવાધિકારના ઉલ્લંઘન તરીકે ચિતરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

UNHRCના ચીફે પણ કર્યો કાશ્મીર મુદ્દાનો ઉલ્લેખ

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 42માં સેશનની શરૂઆતમાં માનવાધિકાર પ્રમુખ મિશેલ બશાલેટે જે કહ્યું ત્તેને ભારતના પક્ષમાં ના કહી શકાય. તેમણે કહ્યું હતું કે, કાશ્મીર પર ભારત સરકારના વર્તમાન પગલાને લઈને અને કાશ્મીરી લોકોના માનવાધિકારને લઈને હું ખુબ જ ચિંતિત છું. ભારત સરકાર તરફથી જે પગલા ભરવામાં આવ્યા છે તેમાં ઈન્ટરનેટ કોમ્યુનિકેશંસ પર પ્રતિબંધ, શાંતિપૂર્ણ રીતે લોકો એકત્ર થવા અને સ્થાનિક નેતાઓને નજર કેદ કરવાનો સમાવેશ થાય છે. 

આ વીડિયો પણ જુઓ : અમદાવાદમાં વીજળી પડી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન