પાક. સેનાની ટીકા કરનાર પત્રકારનું અપહરણ, પછી આવ્યો ફિલ્મી વળાંક - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પાક. સેનાની ટીકા કરનાર પત્રકારનું અપહરણ, પછી આવ્યો ફિલ્મી વળાંક

પાક. સેનાની ટીકા કરનાર પત્રકારનું અપહરણ, પછી આવ્યો ફિલ્મી વળાંક

 | 12:59 pm IST

પાકિસ્તાનમાં પત્રકારો અને એક્ટિવિસ્ટો પર ખતરાની વાત નવી નથી. પાકિસ્તાન સેનાની ટીકા કરનાર 52 વર્ષીય પત્રકારનું અજાણ્યા લોકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. મંગળવારે રાત્રે લાહોરથી ગુલ બુખારીનું અજાણ્યા લોકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.

જો કે ગુલ બુખારી હવે પોતાના ઘરે પાછા ફર્યા છે. તેમના પરિવારજનો દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે ગુલ બુખારી પાછા ફર્યા છે અને હેમખેમ છે. ગુલ બુખારી પાકિસ્તાનના રાજકારણમાં પાકિસ્તાની સેનાની દખલગીરીના પ્રખર ટીકાકાર છે.

આ અંગે મળી રહેલ માહિતી અનુસાર, ગુલ બુખારીનું ગઈકાલે મોડી રાત્રે 11 કલાકે પોતાના કાર્યક્રમ માટે જઈ રહી હતી. આ દરમિયાન અજાણ લોકો દ્વારા લાહોર કેન્ટના શેરપો પુલ પાસે અપહરણ કરવાની વાત સામે આવી હતી. કેબના ડ્રાઈવરે પોલીસને જણાવ્યું હતું કે, એક ડબલ કેબિન ગાડીમાંથી બે લોકો ઉતર્યા અને ગુલને પોતાની ગાડીમાં બેસાડી દીધી હતી. જે પછી ડ્રાઈવરે પરિવારજનોને તેમના ગુમ થવા અંગે માહિતી આપી હતી અને તેમને પોલીસ ફરિયાદ કરી હતી. જેના પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીની ચૂંટણી આવી રહી છે અને તેના પહેલા ગુલ બુખારીના અપહરણ બાદ પાકિસ્તાનના બુદ્ધિજીવી વર્ગમાં એસ્ટાબ્લિશમેન્ટ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પોલિટિકલ એક્ટિવિસ્ટ, સોશયલ મીડિયા વોઈસ અને બ્રિટિશ-પાકિસ્તાનના ડ્યૂઅલ નેશનલ ગુલ બુખારીના અપહરણ માટે સ્ટેટ એજન્સીઓને જવાબદાર ઠેરવવામાં આવી હતી.