Pakistani man kills an Indian owner's knife in Britain
  • Home
  • World
  • બ્રિટનમાં પાકિસ્તાનીએ ભારતીય માલિકની છરીના ઘા ઝીંકી હત્યા કરી

બ્રિટનમાં પાકિસ્તાનીએ ભારતીય માલિકની છરીના ઘા ઝીંકી હત્યા કરી

 | 7:49 pm IST

બ્રિટનમાં પાકિસ્તાનના એક 26 વર્ષીય યુવકે સુપર માર્કેટ પાર્કિંગ વિસ્તારમાં છરીના ઘા મારી પોતાના ભારતીય માલિકની હત્યા કરી નાખી હતી. પાકિસ્તાની નાગરિક નદીમુદ્દીન હમીદ મોહમ્મદ પર હત્યાનો આરોપ મુકાયો છે. લંડન નજીકના સ્લોઘમાં શુક્રવારે બપોરે પાકિસ્તાની નાગરિક અકિબ પરવેઝે ભારતીય મૂળના 24 વર્ષીય નદીમ પર છરી વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી.

ભારતીય મૂળના નદીમ મૂળ હૈદરાબાદના વતની હતા અને લંડનમાં માતા-પિતા તથા સાત મહિનાની ગર્ભવતી પત્ની સાથે વસવાટ કરતા હતા. થેમ્સ વેલી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પોલીસના વિશેષ તાલીમ અધિકારીઓ પરિવારની કાળજી લઇ રહ્યાં છે. સ્લોઘના રોકફોર્ડ ગાર્ડન વિસ્તારમાં રહેતા અકિબ પરવેઝ પર હત્યાનો કેસ દાખલ કરાયો છે.

પોલીસે જણાવ્યું હતું કે, બુધવારે બપોરે 12.32 કલાકે નદીમ અને અકિબ વચ્ચે વેલિંગ્ટન સ્ટ્રીટમાં ટેસ્કો ખાતેના કાર પાર્કિંગમાં કોઈ બાબતે માથાકૂટ થઇ હતી. બંને વચ્ચેની તકરારમાં અકિબે નદીમ પર છરીના ઘા કર્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત નદીમને હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં તેમનું મોત થયું હતું. પોલીસ અત્યારેે તપાસના પ્રાથમિક તબક્કામાં છે અને હત્યા પાછળના કારણો શોધવા ભરપૂર પ્રયાસો કરી રહી છે.

અખબારી અહેવાલ અનુસાર અકિબ એક પાકિસ્તાની નાગરિક છે અને તે તથા નદીમ એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં સાથે કામ કરતા હતા. નદીમ આ સ્ટોરમાં મેનેજર તરીકે કામ કરતા હતા. અકિબને બે સપ્તાહ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. અકિબ નદીમના હાથ નીચે કામ કરતો હતો અને ખરાબ કામગીરીને કારણે તેની નોકરીમાંથી હકાલપટ્ટી કરાઇ હતી. પોસ્ટમોર્ટમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, છાતીમાં થયેલા ઊંડા ઘાના કારણે નદીમનું મોત થયું હતું.

પોલીસે જણાવ્યું હતું કે આરોપી અકિબને ર્બિંમગઘમમાંથી ઝડપી લેવાયો હતો. તેને કસ્ટડીમાં રિમાન્ડ પર મોકલી અપાયો હતો.

એક વર્ષ પહેલાં જ નદીમના લગ્ન થયાં હતાં

મૃતક નદીમના એક વર્ષ પહેલાં જ લગ્ન થયાં હતા. તેઓ સાત મહિનાની ગર્ભવતી પત્ની અને માતા-પિતાને વિલાપ કરતા મૂકી ગયા છે. હજુ એક મહિના પહેલાં જ નદીમની પત્ની બ્રિટન પહોંચી હતી. નદીમના કાકા શરફરાઝે જણાવ્યું હતું કે, પરિવાર ઘેરા આઘાતમાં સરી પડયો છે. પરિવારમાં નદીમ જ કમાનાર વ્યક્તિ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન