pakistani media has asked this question before the coming child of pregnant sania mirza
  • Home
  • Sports
  • પ્રેગનેન્ટ સાનિયા મિર્ઝાને પાકિસ્તાની મીડિયાએ પૂછ્યો વિચિત્ર પ્રશ્ન, શોએબે આપ્યો આવો જવાબ

પ્રેગનેન્ટ સાનિયા મિર્ઝાને પાકિસ્તાની મીડિયાએ પૂછ્યો વિચિત્ર પ્રશ્ન, શોએબે આપ્યો આવો જવાબ

 | 2:46 pm IST

ભારતીય ટેનીસ ખેલાડી સાનિયા મિર્ઝા હાલ ગર્ભવતી છે.તાજેતરમાં જ સાનિયા મિર્ઝાએ બેબી શાવરમાં ફોટોશુટ કરાવ્યું હતું.જેમાં તેણે નજીકના મિત્રોને આમંત્રણ પાઠવેલું હતુ. ઉલ્લેખનિય છે કે સાનિયા મિર્ઝાએ વર્ષ 2010માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા.તેમના લગ્નને લીધે તેમને ભારત-પાકિસ્તાનની અંગત લડાઈનો ઘણી વાર સામનો કરવો પડે છે.

તાજેતરમાં પાકિસ્તાની મીડિયાના એક પત્રકારે શોએબને પૂછ્યું હતું કે તમારા બાળકને ભારત કે પાકિસ્તાન બંનેમાંથી ક્યાં દેશની નાગરિકતા મળશે ? શોએબ મલિકે તેનો વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે જો તમે ખરેખર મારા બાળકના કાકા હોવ તો હવે પછી આવા પ્રશ્ન ન પૂછતા. સાનિયા મિર્ઝાને એક ઈન્ટરવ્યુંમાં એવો પ્રશ્ન પણ કરવામાં આવ્યો હતો કે તમે તમારા બાળકને ટેનીસ સ્ટાર બનાવશો કે ક્રિકેટર.

તાજેતરમાં તો પિતા બનનાર શોએબ મલિક હાલ પોતાનું ધ્યાન એશિયા કપમાં લગાવી રહ્યો છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ મુકાબલો 19 સપ્ટેમ્બરે થશે. તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનામાં સાનિયા મિર્ઝાએ એક મેગેઝીનમાં કવર સ્ટોરી માટે ફોટોશુટ કરાવ્યું હતું અને પોતાની પ્રેગનેન્સી વિશે થોડી વાતો કરી હતી. શોએબ મલિકને હાલમાં જ પાકિસ્તાન મીડિયા દ્વારા બાળકના નાગરિકત્વ વિશે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. આની પહેલા સાનિયા મિર્ઝાને પણ આવો જ કઈક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. બન્ને ખેલાડીઓએ આ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતુ.