pakistani minister wants priyanka chopra removed as un ambassador
  • Home
  • Entertainment
  • Bollywood
  • પ્રિયંકાના બે વાક્યોમાં જ ધ્રુજી ગયું પાકિસ્તાન, દોઢુ થઈને યુનિસેફ પાસે કરી આવ્યું આ માગ

પ્રિયંકાના બે વાક્યોમાં જ ધ્રુજી ગયું પાકિસ્તાન, દોઢુ થઈને યુનિસેફ પાસે કરી આવ્યું આ માગ

 | 2:28 pm IST

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા હવે ઈન્ટરનેશનલ લેવલ પર ફેમસ થઈ ગઈ છે. પ્રિયંકા સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સદ્ભાવના રાજદુત પણ છે. લોસ એન્જેલિસમાં થયેલી એક ઈવેન્ટ વખતે પાકિસ્તાની મહિલાને પ્રિયંકાએ જે રીતે જવાબ આપ્યો એ પછી પાકિસ્તાન હવે બોખલાયું છે. જો કે પ્રિયંકાએ જ્યારે જવાબ આપ્યો ત્યારે આખો હોલ તાળીઓ અને સીટીઓથી ગુંજવા લાગ્યો હતો.

હવે પ્રિયંકાનાં આ જ જવાબને વિવાદમાં બદલીને પાકિસ્તાનના માનવ અધિકાર મંત્રી શીરીન મજારીએ પ્રિયંકાને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સદ્ભાવના રાજદુત પદ પરથી હટાવવાની માંગ કરી છે.

મજારીએ પ્રિયંકા પર યુદ્દોન્માદનો આરોપ નાખ્યો છે. તેણે એક ટ્વિટ કરીને લખ્યું અને યુનિસેફને કહ્યું કે તરત જ પ્રિયંકાને રાજદુત પદ પરથી હટાવો, કારણ કે તેણે ભારતીય સેના અને મોદી સરકારનું સમર્થન કર્યું છે. જો આવું નહીં કરવામાં આવે તો આવી પસંદગી એક હંગામો બનીને ઉભો રહેશે. યુનિસેફે આ વાત પર ધ્યાન દેવું જોઈએ કે આવા મોટા પદ પર તે કેવા લોકોને બેસાડી રહ્યાં છે.

છોકરી પ્રિયંકા પર એ વાત માટે ભડકી રહી હતી કે તેને માર્ચ મહિનામાં એક ટ્વીટ કર્યું હતું. જેમા તેને ભારતીય સેનાના વખાણ કર્યા હતા. છોકરીએ પ્રિયંકાને યુનાઇટેડ નેશન્સ ગુડવિલ એમ્બેસેડર હોવા અને તેના વિવાદીત ટ્વીટ પર સવાલ ઉઠાવ્યા. જણાવી દઇએ કે પ્રિયંકાએ તેના ટ્વીટમાં માત્ર એટલું લખ્યું હતું, ‘જય હિંદ (ભારત અમર રહે)#IndianArmedForces.’

છોકરીની વાત પૂરી થયા બાદ પ્રિયંકાએ શાંત થઇને જવાબ આપ્યો, મારા ઘણા મિત્રો પાકિસ્તાની છે અને હું ભારતથી છું. યુદ્ધ એ વસ્તુ નથી. જેને હું ખૂબ પસંદ કરું છું. પરંતુ હું એક રાષ્ટ્રભક્ત છું. જેથી હું માફી માંગવા માંગુ છું.જો મેં એ લોકોની ભાવનાઓને દુખી કરી. જે મને પ્રેમ કરે છે. જેમણે મને પ્રેમ કર્યો છે.

આ વીડિયો પણ જુઓ: સાધના વિનય મંદીર સ્કુલના વિદ્યાર્થીઓએ 250 ફુટની રાખડી તૈયાર કરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન